પુરતી સુવિધા છે તો બાળકોને સારૂ શિક્ષણ આપો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરીબપરિવારની દીકરી કોઇ પણ જાતની સુવિધા વિના બાળકોને શિક્ષણ આપી શકતી હોય તો આપણી શાળાઓ તો સુવિધા સંપન્ન છે અને તેમાં અભ્યાસ કરતાં બાળકોને પણ સારૂ શિક્ષણ મળવું જોઇએ તેમ અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલએ શાળા પ્રવેશોત્સવના પ્રસંગે જણાવ્યું છે. અંકલેશ્વર ગોયાબજાર શાળા નંબર 1 ખાતે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો વિવિધ દાતાઓ દ્વારા રોકડ સખાવતની જાહેરાત કરી હતી. તમામ દાતાઓનું પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણી મેળવાના વિદ્યાર્થીનીઓને પણ પ્રવેશ અપાયો હતો બહેનો સુખડીનું વિતરણ કરાયું હતું તો આંગણવાડી બાળકો રમકડાં આપી શાળા પ્રવેશ અપાયો હતો. બાળકો નિશાર્થ ભાવે શિક્ષણ આપવાની પહેલ કરનાર શીતલ મકવાણાની જેમ વિદ્યાર્થીઓને નિશ્વાર્થ ભાવે ઉત્તમ શિક્ષણ આપવા મંચ પરથી શાળાના શિક્ષકોને અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...