તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરદાર બ્રીજ નજીકથી 3 ટેમ્પોમાં 27 ગૌવંશને લઇ જતાં 4 ઝડપાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદારબ્રિજથી માંડવા ચોકડી વચ્ચે નેત્રંગના ગૌરક્ષકોએ વાંસદ ખાતે આવેલાં આર્ટ ઓફ લિવિંગના આશ્રમથી બેંગ્લોર આશ્રમે ત્રણ ટેમ્પામાં 27 ગૌવંશને લઇ જતાં ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તબક્કે ટેમ્પા ચાલકો પાસે પશુઓનું વહન કરવા માટેની પરમીટ કે દસ્તાવેજી પુરાવા નહીં હોવાથી ગૌરક્ષકોએ અંક્લેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 27 ગૌવંશ તેમજ 9 લાખની કિંમતના ત્રણ ટેમ્પાને કબજે કરી આગળની તપાસ આરંભી હતી.

નેત્રંગ ખાતે રહેતા ગૌરક્ષક હાર્દિક પંડ્યાને બાતમી મળી હતી કે કતલખાને લઇ જવાના ઇરાદે ત્રણ ટેમ્પો નેશનલ હાઇવે નંબર 8 પરથી પસાર થનાર છે. જે અાધારે હાર્દિક પંડ્યાએ સરદાર બ્રિજ અને માંડવા વચ્ચે વોચ ગોઠવી ત્રણ આઇસર ટેમ્પોને રોકી તપાસ કરતાં તેમાં ગૌવંશ ભરેલા હોવાનું માલુમ પડ્યું હતું. ટેમ્પો ચાલકો પાસે ગૌવંશનું વહન કરવા માટેની સક્ષમ સત્તાધિકારીની પરમીટ નહીં મળતાં ગૌરક્ષકે શહેર પોલીસ મથકે જાણ કરતા ઇન્સ્પેક્ટર એલ.બી.તડવી સ્ટાફ સાથે સ્થળ ઉપર ધસી આવ્યાં હતાં. ત્રણેય ટેમ્પોમાં કુલ 29 ગૌવંશ જેમા 27 વાછરડાં, એક આખલો તેમજ એક ગાય મળી આવી હતી. પોલીસે 79 હજારની મત્તાના ગૌવંશ તેમજ 9 લાખ ના ત્રણ આઇસર ટેમ્પો મળી કુલ 9.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ટેમ્પોમાં સવાર ચાલકની પુછપરછ હાથ ધરતાં તેમના નામ આજમ ગુલાબખાન સૈયદ, મહેબૂબ પાસા મસ્તાનખાન, લખ્ખન ગંગાપાસ ગૌડાસ ત્રણેય રહે. બેંગ્લોર તેમજ ચંદુ નવિન ઠુમર રહે. અમરેલી હોવાનું માલુમ પડ્યું હતું. આઇસર ટેમ્પોના આગળના ભાગે આર્ટ ઓફ લિવિંગનું બેનર લાગ્યું હોઇ તપાસ કરતાં ગૌવંશ વાંસદ ખાતે આવેલાં આર્ટ ઓફ લિવિંગના આશ્રમથી બેંગલોરના હુબલી ખાતે આવેલાં આશ્રમ ખાતે લઇ જવાતાં હતાં.

ટેમ્પો ચાલકો પાસે પરમીટ હતી

^ઝડપાયેલઆઈસર ટેમ્પા ચાલકો પાસે પશુઓના વહન માટે આર.ટી.ઓ જરૂરી પરમીટ પણ હતી. જેને આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ ગૌવંશને કરજણ ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી ચાલુ છે. >એલ.બી. તડવી,પી.આઈ.શહેર પોલીસ મથક

સરદાર બ્રીજ નજીકથી ત્રણ ટેમ્પોમાંથી જપ્ત કરાયેલા ગૌવંશ

ગૌરક્ષકોએ ટેમ્પો પકડ્યાં : આર્ટ ઓફ લિવિંગના સભ્યો પોલીસ સ્ટેશને ધસી આવ્યાં

ગૌવંશ વાંસદના આર્ટ ઓફ લિવિંગના આશ્રમથી બેંગ્લોર લઇ જવાતાં હતાં

અન્ય સમાચારો પણ છે...