• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વરની ઓમ ઇન્ડસ્ટ્રીઝ જાહેરમાં રાસાયણિક પાણીનો નિકાલ કરતાં ઝડપાઇ

અંકલેશ્વરની ઓમ ઇન્ડસ્ટ્રીઝ જાહેરમાં રાસાયણિક પાણીનો નિકાલ કરતાં ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી છોડતા ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝને જીપીસીબીએ ઝડપી પાણી હતી.બીજા દિવસે પણ વરસાદી પાણી જોડે રાસાયણિક પાણી જોવા મળ્યું હતું. ચોમાસામાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગો તેમના પાણીનો જાહેરમાં નિકાલ કરી દેતા હોય છે.

અંકલેશ્વરમાં બુધવારે કનોડીયા કેમિકલ ચોકડી અને બી -પમ્પીંગ સ્ટેશન વચ્ચે માર્ગો અને આજુબાજુના વિસ્તારમાં રાસાયણિક પાણી ફરી વળ્યું હતું.બનાવ બાદ જીપીસીબીની મોનીટંરીગ ટીમની તપાસમાં ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાસાયણિક કંટામીનેટેટ પાણી આવી રહ્યું હોવાનું જણાતા કંપનીને નોટીશ ફટાકરી હતી.આ ઉપરાંત આજુબાજુ અન્ય કંપનીમાં પણ જરૂરી તપાસ આરંભી હતી. એક તરફ અંકલેશ્વરમાં પ્રદુષણની માત્રા ઘટાડવા પ્રયાસો થઇ રહયાં છે તો બીજી તરફ કેટલીક કંપનીઓ તેમનું પાણી જાહેરમાં છોડી રહી છે.

ઓમ સાઇ ઇન્ડસ્ટ્રીઝ જાહેરમાં કેમિકલવાળુ પાણી છોડતા ઝડપાઇ જતાં GPCBએ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...