અંકલેશ્વરમાં 11 કરોડના ખર્ચના શારદા ભવનમાં પાણીનો ભરાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર 11 કરોડના ખર્ચે બનેલ માં શારદા ભવનમાં પાણી ભરાતા વિપક્ષે ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો હતો. ગેલરી, નાના હોલ, અને રૂમ પેસેજમાં અર્ધો ફૂટ પાણીનો ભરાવો થયો હતો. પાલિકા દ્વારા ધોધમાર વરસાદને લઇ વાછટના કારણે પાણી ઘુસ્યા હોવાનો બચાવ કરાયો છે.

અંકલેશ્વરમાં ગુરૂવારે ભારે વરસાદને પગલે શારદા ભવન હોટલના મુખ્ય હોલને છોડી તમામ જગ્યા પર રૂમોમાં, ગેલેરીમાં, ગેલેરી પેસેજ તેમજ ઓપન પેસ ભાગમાં વરસાદી પાણી અર્ધો ફૂટ જેટલા ભરાય આવ્યા હતાં. વિપક્ષના દંડક શરીફ કાનુગાએ જણાવ્યું હતું કે 11 કરોડના ખર્ચે બનેલ હોલમાં વ્યાપક ગોબાચારી થઇ છે. કરોડો રૂપિયાનો ધુમાડો કરી બનેલ હોલ માત્ર સત્તાપક્ષ ઉપયોગ કરી રહ્યા છે. છતમાંથી પાણી ટપકે છે. પાણીનો કોઈ નિકાલ નથી એટલુંજ નહિ પાણી ગટર ઉભરાય રહી છે. કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલએ જણાવ્યું હતું કે આ ધોધમાર વરસાદ પડતા આજુબાજુ ખુલ્લી પેસેજમાંથી વાછટનું પાણી છે છત પરથી પાણી ટપકતું હશે તો આર્કીટેકને બોલાવી જરૂરી ક્ષતિ દૂર કરવામાં આવશે. વિપક્ષ દ્વારા પાયા વિહોણા આક્ષેપ લગાવી સત્તાપક્ષને બદનામ કરે છે.

અંકલેશ્વરમાં શારદા ભવનમાં વરસાદી પાણીનો ભરાવો. તસવીર-હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...