તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Amalsad
  • અમલસાડ રેલવે ફાટક સામે બીઓબીનું ATM મહિનાઓથી બંધ, લોકોને હાલાકી

અમલસાડ રેલવે ફાટક સામે બીઓબીનું ATM મહિનાઓથી બંધ, લોકોને હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડસ્થિત રેલવે ફાટક સામેની બીઓબી શાખાનું એટીએમ છેલ્લા કેટલાય મહિનાથી ખોટકાયેલું હોય અનેક ખાતા ધારકો ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે.

અમલસાડ સ્થિત બેંક ઓફ બરોડાનું રેલવે ફાટક સામેની શાખાનું એટીએમ મોટાભાગે બંધ હાલતમાં ઘણાં મહિનાથી જોવા મળી રહ્યું છે. એટીએમમાં યાંત્રિક ખામીના કારણે મશીન બંધ હોવાનું બોર્ડ બેંક સત્તાધિશો દ્વારા લગાવામાં આવ્યું છે. જ્યારે એક તરફ સરકાર દ્વારા આમજનતા બેંક ખાતા ધારકોને બેંકિંગ સેવા, નાણાંકીય સેવા સરળ રહે તેવા પ્રયત્નો થકી ખાતાધારકોને બેંકિંગ સેવાનો વધુ લોકો લાભ લે તેવા શુભ આશય ભલે રહ્યો હોય પરંતુ અમલસાડની બીઓબી શાખાના એટીએમ બંધ હાલતમાં હોવાથી લોકોને નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુમાં અમલસાડ રેલવે સ્ટેશન સાથે ચીકુ-કેરીનું કરોડોનું ટર્નઓવર કરતી એપીએમસી માર્કેટ સબયાર્ડ, સહકારી મંડળીઓ આવેલી હોય સાથે અમલસાડ રેલવે સ્ટેશનથી સુરત કે પછી વાપી તરફ નોકરી ધંધા-રોજગાર માટે હજારો લોકો ટ્રેનકે બસમાં મુસાફરી કરતા હોય તેવા સંજોગોમાં તેમને પણ 24 કલાક એટીએમ થકી નાણાંકીય સહાય મળી રહેતી હતી પરંતુ છેલ્લા ઘણાં મહિનાથી અત્રેનું એટીએમ યાંત્રિક ખામીને કારણે બંધ હાલતમાં રહેતા બેંક ખાતાધારકોને જરૂરિયાત મુજબના નાણાં મળતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંગે બેંકની શાખાના કર્મચારી રમેશભાઈને પૂછતાં તેમણે જણાવ્યું કે મશીનમાં યાંત્રિક ખામી હોય સ્થાનિક લેવલના ટેકનિશિયનો મરામત માટે આવ્યા હતા પરંતુ અર્થિંગનો પ્રોબ્લેમ હોય તેમનાથી સમસ્યા હલ થઈ શકી હતી. ઉપલી કચેરીએ સમસ્યા હલ કરવા ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી ત્યાંથી ટેકનિશિયનો આવ્યેથી સમસ્યા હલ કરીશું એવી ખાતરી આપી હતી.

બંધ હાલતમાં બીઓબીનું એટીએમ. તસવીર-નિલેશ પટેલ

ખાતાધારકોને જરૂરિયાત મુજબના નાણાં મળતા પારાવાર મુશ્કેલીનો સામનો

અન્ય સમાચારો પણ છે...