માસાની વિદ્યાલયમાં દાતાઓ દ્વારા પૂરી પડાતી સહાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડ |અમલસાડની પશ્ચિમે આવેલ ગ્રામ વિકાસ મંડળ સંચાલિત માસાની ડી.બી.પટેલ વિકાસ વિદ્યાલયમાં ધોરણ-9થી 12નાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે.આ વિદ્યાર્થીઓ પોતાનાં અભ્યાસથી વંચિત કરી જાય તે માટે મંડળનાં નવા વરાયેલા પ્રમુખ કિશોરભાઇ બી.પટેલ તથા તેમની ટીમ સાથે શાળાનાં શિક્ષકો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકીર્દી માટે પ્રયત્ન હાથ ધર્યા છે.

મંડળનાં પ્રમુખ કિશોરભાઇ બી. ભાગડ, ઉપપ્રમુખ ડો.અનિલ એલ.પટેલ, મંત્રી પિયુષ એન.પટેલ, સહમંત્રી ઝીણાભાઇ પટેલ,કારોબારી સદસ્ય મદન સી.પટેલ તથા ગામના મહિલા અગ્રણી સરપંચ નિતિક્ષાબેન પટેલે શાળામાં છાત્રાલયની સ્થાપના કરી છાત્રાલયનાં વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની તથા ઉત્તમ શિક્ષણની સુવિધા થકી શાળાને પૂર્વવત બેઠી કરવાનાં પ્રયાસમાં NRI અશ્વિનભાઇ બી.પટેલ સહભાગી થતા માદરેવતન માસા અને હાલ USA માં સ્થાયી એવા કર્ણ સમાન દાનવીરે શાળામાં પાણીનાં આરો પ્લાન માટે રૂ.75 હજારનું માતબર દાન આપ્યું છે.તથા વિદેશમાં વસતા NRI ટીમ દ્વારા દરેક વિદ્યાર્થીઓ માટે બે જોડી ગણવેશની સહાય પુરી પાડી છે.મંડ ડો.અનિલ એલ.પટેલ દરેક વિદ્યાર્થીઓનું નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...