તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમલસાડ રેલવે ફાટક લાંબો સમય બંધ રહેતાં ટ્રાફિકજામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડમાંબપોર બાદ રેલવે ફાટક આગળ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહનચાલકોને હાલાકિનો સામનો કરવો પડ્યો હતો.

અંગે મળતી વિગતો મુજબ છેલ્લા 20 દિવસથી અમલસાડ સ્થિત એપીએમસી માર્કેટયાર્ડ અને સહકારીમાં ચીકુ માર્કેટ બંધ રહેતા અને આજથી બપોર બાદ શરૂ થતા અમલસાડ પંથકના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પોતાના ફળાદિ ચીકુના પાકો માર્કેટયાર્ડ તથા મંડળીઓમાં વેચાણ માટે વાહનો, ટેમ્પા, ટ્રેકટરોમાં લઈ આવતા અને અમલસાડની રેલવે ફાટક વધુ સમય બંધ રહેતા બજારમાં બંનેબાજુ વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક જામના કારણે અનેક રાહદારીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા. વધુમાં અમલસાડ ઓપીમાં પોલીસ ઘટના કારણે ટ્રાફિક હળવો કરવામાં પરેશાની વધી રહી છે. હોમગાર્ડના જવાનો સ્થળ ઉપર તૈનાત રહ્યા છે પણ હવે ચીકુ માર્કેટયાર્ડ અને સહકારી મંડળી ચીકુના પાકનું ખરીદ વેચાણ શરૂ કરતા અમલસાડ બજારની મુખ્ય ટ્રાફિક સમસ્યા હવે વકરી રહી છે. વધુ સમય બંધ રહેતી ફાટકની સમસ્યાના વિકલ્પમાં રેલવે તંત્ર લોકોની હાલાકિ દૂર કરવાના પ્રયત્નો હાથ ધરે એજ રાહદારીઓની માગ ઉઠી છે.

અમલસાડ રેલવે ફાટક આગળ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

APMCમાં વાહનોની અવરજવર વધી

અન્ય સમાચારો પણ છે...