તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Amalsad
  • અમલસાડ| અમલસાડ અબ્રામાપંથકના ગામોમાં શ્રીજીની આનંદચૌદશના દિને ભારે હૈયે વિસર્જન કરવામાં

અમલસાડ| અમલસાડ-અબ્રામાપંથકના ગામોમાં શ્રીજીની આનંદચૌદશના દિને ભારે હૈયે વિસર્જન કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડ| અમલસાડ-અબ્રામાપંથકના ગામોમાં શ્રીજીની આનંદચૌદશના દિને ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. અમલસાડ અબ્રામા પંથકમાં આનંદ ચૌદશના દિવસે ભજન કિર્તન, ડીજેના તાલ તેમજ ગણપતિ બાપા મોર્યાના નાદથી શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી. અમલસાડ ખાતે અંધેશ્વર મહાદેવ મંદિરના તળાવમાં જ્યારે ધમડાછા, કછોલી પંથકના ગણેશજીની પ્રતિમાને લોકમાતા અંબિકા નદીના પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે અન્યો ગામોના શ્રીજીની પ્રતિમાને જે તે ગામના તળાવોમાં વિસર્જન કરાયું હતું. પંથકના દરેક ગામોમાં આનંદમય, હર્ષોલ્લાસ, નાચગાન સાથે ભારે હૈયે વિદાય યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળી હતી. મોટાભાગના ગામોમાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

અમલસાડ-અબ્રામામાં વિસર્જન

અન્ય સમાચારો પણ છે...