તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Amalsad
 • ભાસ્કર િવશેષ | અમલસાડ નજીક આવેલા માસા ગામે દક્ષિણ ગુજરાતના કોળી સમાજનું સંમેલન યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | અમલસાડ નજીક આવેલા માસા ગામે દક્ષિણ ગુજરાતના કોળી સમાજનું સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમલસાડનામાસા ગામે મહાકાળી મંદિરના પરિસરમાં દક્ષિણ ગુજરાત કોળી સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયું હતું.

સંમેલનમાં ડો. લક્ષ્મણ પટેલ, કોળી સમાજના આગેવાન વલ્લભ પટેલ, અમૃત કોળી, એ.ડી. પટેલ, ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલ, ઝંખના પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, જલાલપોર તાલુકાના ધારાસભ્ય તથા વિધાનસભાના ઉપદંડક આર.સી. પટેલ તથા સુરતના અજીત કોન્ટ્રાકટર વગેરે આગેવાનો હાજર રહી ગુજરાતના કોળીઓને એક મંચ ઉપર આવવા ચિંતન શિબિર યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાં એસસીએસટી તથા અન્ય જાતિની સરખામણીમાં ગુજરાતના કોળીઓની સંખ્યા અવ્વલ નંબરે છે. આટલી વસતિ ધરાવતા કોળી સમાજને રાજકીય લેવલે પૂરતુ પ્રતિનિધિત્વ મળતું નથી.

પક્ષાપક્ષી ભૂલી જઈ સૌ એક મંચ ઉપર ભેગા થઈ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપણા કોળી સમાજના ચૂંટાયેલા નેતાઓને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે તેની કાળજી રાખવાનો સમય પાકી ગયો છે. સમાજને આગળ લાવવા માટે સમાજના બાળકો અભ્યાસથી વંચિત રહી જાય તેના માટે સંગઠનની જરૂર છે.

અમૃત કોળીએ જણાવ્યું કે ગુજરાતમાં બક્ષીપંચની 146 જ્ઞાતિ છે તે પૈકી સૌથી વધુ કોળી સમાજની વસતિ એક મંચ ઉપર આવી જશે તો આપણે ધારેલી સફળતા મેળવી શકીશું. સંમેલનનું આયોજન પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણભાઈ પટેલ, કિશોર પટેલ, ડો. અનિલ પટેલે કર્યું હતું. દક્ષિણ ગુજરાત કોળી સમાજના સંમેલનમાં સમાજના અગ્રણીઓ સહિત મોટીસંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

ચૂંટણીમાં કોળી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે તેવી માંગ

કોળી સમાજના સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સમાજના લોકો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો