તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરીબુજરંગમાં 2500થી વધુ લોકોએ ઉકાળાનો લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાકેટલાક સમયથી ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં સ્વાઇન ફ્લુ જેવા રોગે હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફ્લુ સામે જનતાને રક્ષણ મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાઈ રહ્યું છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહયા છે. જેના ભાગરૂપે અમલસાડનાં સરીબુજરંગ ઝંડાચોક ખાતે સાંઇ ફિઝીયોથેરાપી ક્લિનિક આયોજીત સ્વાઇન ફ્લુથી રક્ષણ આપતો ઉકાળો નિ:શુલ્ક વિતરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. ઓમ સાંઇ ફિઝીયોથેરાપીનાં ડો. રાકેશ પટેલની ટીમ સાથે ડો. બિજલ.આર. પટેલ, ડો.કિનલ.જે.ધ્રુવનાં સહયોગથી સ્વાઇન ફ્લુ સામે રક્ષણ આપતા ઉકાળાનું અંદાજે 2500થી 3000 લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...