કરોડના NRIએ સિનિયર સિટિઝનોને પ્રવાસ કરાવ્યો

નર્મદા સરોવરની મંજૂરી લઇ પ્રવાસ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Amalsad - કરોડના NRIએ સિનિયર સિટિઝનોને પ્રવાસ કરાવ્યો
નાની કરોડના એનઆરઆઇ અરવિંદભાઇ પટેલે ગોકુળ ફળિયાના 45 જેટલા સિનિયર સિટીઝનોને એક દિવસનો પ્રવાસ પોતાના ખર્ચે કરાવ્યો.

જલાલપોર તાલુકા ગામના વતની અને હાલ કેનેડા સ્થાયી હોય અહીં તેઓ સિંચાઇ વિભાગ નોકરી કરતા હતા.

ત્યારબાદ તેઓ કેનેડા સ્થાયી થયા હોય તેઓ પણ પોતે સિનિયર સિટીઝન હોય તેમને ગામના સિનિયર સિટીઝન્સને એક દિવસનો પ્રવાસ કરવાનો વિચાર આવતા તેના આયોજન માટે શૈલેષભાઈને કરવા તેમણે કૃષિ કેન્દ્રનાં ડો. એસ. કે. ટિમ્બળીયાને રજૂઆત કરતાં તેમના પ્રયત્ન થકી નર્મદા સરોવરની મંજૂરી લઇ પ્રવાસનું આયોજન કરવા સાથે ગામના 45 જેટલા સિનિયર સિટીઝનો સાથે 15 જેટલા નાનાં બાળકોને સફળ પ્રવાસ કરાવ્યો હતો.

આથી પ્રવાસ કરનારા તમામે અરવિંદભાઇનો આભાર વ્યક્ત કરી વિદેશમાં રહીને પણ વતન માટે કઇક કરી શકવાની ભાવના રાખતા હોય તેમના કાર્યને બિરદાવી હતી.

X
Amalsad - કરોડના NRIએ સિનિયર સિટિઝનોને પ્રવાસ કરાવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App