ચોમાસા દરમિયાન ઉગતા મશરૂમથી રોજગારી

ચોમાસામા સ્વયંભૂ ઉગી નીકળતી મશરૂમ સ્વાદપ્રિયો માટે અમૃતફળ સમાન છે જે ગ્રામ્યવિસ્તારોમા ગરીબોને સારી એવી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Ahwa - ચોમાસા દરમિયાન ઉગતા મશરૂમથી રોજગારી
ચોમાસામા સ્વયંભૂ ઉગી નીકળતી મશરૂમ સ્વાદપ્રિયો માટે અમૃતફળ સમાન છે જે ગ્રામ્યવિસ્તારોમા ગરીબોને સારી એવી રોજગારી પણ મેળવી આપતા આજીવિકાનુ સાધન પણ બની રહે છે.

દ.ગુજરાતના અંતરિયાળ ગ્રામ્યવિસ્તારોમા સુરત, તાપી, આહવા, ડાંગ જેવા તાલુકાના ગામોમાં ચોમાસામા દરમિયાન ફુગજન્ય વનસ્પતિ જે સ્વયંભૂ જમીનમાથી નીકળતી મશરૂમ (અરમ) ગામ્યવિસ્તારમા ગરીબ લોકો માટે સંજીવની બુટી સમાન આજીવિકાનુ સાધન બની જાય છે ગામડાઓમા ચોમાસામા ખાસ કરીને ધાર્મિક તહેવારોએ ઉગી નીકળતી મશરૂમ ખેતરો, નદિ, કોતરોમા જોવા મળે છે. આ મશરૂમનુ વેચાણ ગામડા તરફથી શહેરોમા જોવા મળે છે અને લોકો ફાર્મમા બનાવેલ મશરૂમ કરતા કુદરતી રીતે સ્વયંભૂ નીકળેલ હોય તેની પસંદગી પહેલા કરે છે. મશરૂમ મુખ્યત્વે ગામડાથી લોકો શોધતા હોય છે ગરમીના વિસ્તારમા અને ખાસ કરીને વિજળીના ચમકારાની સીધી અસર આ ફુગજન્ય વનસ્પતિને જોવા મળે છે અને જે સમયે વિજથાય તેના બીજા દિવસે ગ્રામ્યવિસ્તારના લોકો કોતરો,નદી,ઝાડીઓમા જમીનમાંથી ખોદીને લ ઈ ને તેની સાફ સફાઈ કરીને તેને બજારમા વેચાણ કરેછે અને તેમાથી સારી એવી આવક પણ ટુકાગાળાના સમયમા કરી લેતા હોય છે.

X
Ahwa - ચોમાસા દરમિયાન ઉગતા મશરૂમથી રોજગારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App