તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આહવામાં ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર્સ એસો.નું આવેદનપત્ર

આહવામાં ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર્સ એસો.નું આવેદનપત્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાપ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ, કૉટેજ, જનરલ હોસ્પિટલો અને વહીવટી વિભાગોમાં ફરજ બજાવતા તબીબોના વિવિધ સેવાકિય પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે, રાજ્યના સંબંધિત વિભાગોમાં અવારનવાર કરાયેલી રજુઆતો બાદ પણ કોઈ પરિણામલક્ષી ઉકેલ નહીં આવતા ડાંગ જિલ્લાના તબીબોએ પણ ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશનના નેજા હેઠળ આજે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડો.જે.એસ.દુલેરા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ઈન સર્વિસ તબીબોના કેટલાક નીતિ વિષયક પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે અપાયેલા આવેદનપત્રમાં તબીબી અધિકારીઓના છઠ્ઠા પગાર પંચમાં ઊભી થયેલી વિસંગતતા, કેન્દ્રના ધોરણે મળવાપાત્ર ભથ્થાઓ, અમલવારી કક્ષાએ પડતર રહેલા પ્રશ્નો અને માંગણીઓ જેવા મુદ્દે કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને વિગતવાર જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...