• Gujarati News
  • ડાંગ જિલ્લાના વાંવદા ગામે પુત્રએ માતાની હત્યા કરી

ડાંગ જિલ્લાના વાંવદા ગામે પુત્રએ માતાની હત્યા કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના અંતરિયાળ સતી (વાંવદા) ગામે રહેતા આદિવાસી પરિવારમાં ગતરોજ રાત્રિના અરસામાં કોઈક અગમ્ય કારણોસર ઉગ્ર ખટરાગ ઉભો થતા સગા પુત્રએ પોતાની માતાની હત્યા કરી હતી.

સતી (વાંવદા) ગામે રહેતા શિવુ પવાર અને તેની માતા રાહીબેન પવાર (50) વચ્ચે ગતરોજ રાત્રિના અરસામાં ખટરાગ ઉભો થયો હતો. જે માતા-પુત્ર વચ્ચે થયેલા ખટરાગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પુત્રએ ઘરમાં મુકેલો પથ્થર ઉંચકી માતા રાહીબેનને ઉપરાછાપરી નિર્દયી ઘા ઝીંકતા ઘટનાસ્થળે માતાની હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેની જાણ પરિવારજનોએ આહવા પીએસઆઈ એચ.બી. ગોહિલને (વાંવદા ગામે) ઘટનાસ્થળે ધસી જઈ મૃતક રાહીબેન પવારના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે આહવા સિવિલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. માતાની હત્યા કરનાર પુત્ર શિવુ પવાર સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

પોલીસે પુત્રની ધરપકડ કરી જેલમાં ધકેલ્યો