• Gujarati News
  • National
  • સુબીરથી પીપલદહાડ વચ્ચેનો માર્ગ બિસમાર

સુબીરથી પીપલદહાડ વચ્ચેનો માર્ગ બિસમાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુબીરતાલુકા મથકથી પીપલદહાડ જતો માર્ગ બિસમાર થઈ જતા વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. ડાંગ જિલ્લાના આહવા અને વઘઈ તાલુકામાં પૂરતા પ્રમાણમાં અને સારા રસ્તા છે. જ્યારે સુબીર તાલુકાને અંગે અન્યાય થઈ રહ્યો છે.

વઘઈ અને આહવા તાલુકા મથકો તેમાં સમાવિષ્ઠ ગામડાઓ સુધી સારા રસ્તાઓથી જોડાયેલા છે. જેથી વાહનચાલકો અને લોકોને રાહત છે. જ્યારે સુબીર તાલુકાના ગારખડી પીપલદહાડ જેવા વિસ્તારમાંથી તાલુકા મથકે પોતાના કામો લઈ આવનારા લોકો તેમજ શબરીધામ ખાતે મોટી સંખ્યામા આવતા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ પીપલદહાડ-સુબીર રસ્તાનો વધુ ઉપયોગ કરે છે. જેમાં મહારાષ્ટ્રથી આવતા શ્રદ્ધાળુઓ આજ માર્ગે પસાર થાય છે. 10થી 12 કિ.મી.નો રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયા હોઈ ભારે હાલાકિ ભોગવવી પડે છે. રસ્તાનું તત્કાળ નવિનીકરણ માટે સ્થાનિકોમાં માગ ઉઠી છે.

સુબીર અને પીપલદહાડ વચ્ચેનો મહત્ત્વનો માર્ગ બિસમાર હાલતમાં.

12 કિ.મીના માર્ગ પરથી શબરીધામમાં મોટીસંખ્યામાં પ્રવાસીઓ આવે છે

અન્ય સમાચારો પણ છે...