• Gujarati News
  • National
  • ડાંગ દરબારના લોકમેળામાં પોલીસની ચાંપતી નજર રહેશે

ડાંગ દરબારના લોકમેળામાં પોલીસની ચાંપતી નજર રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
25મીથી 28મી ફેબ્રુઆરી દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આયોજિત કરાયેલા ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામાં ઉમટતી હજારોની જનમેદનીની સુરક્ષા અને સલામતી માટે ડાંગ પોલીસ ફોર્સ દ્વારા રાઉન્ડ ધ કલોક ચૂનંદા પોલીસ જવાનોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

ડાંગ દરબારના લોકમેળામાં પ્રજાકીય જાનમાલની સલામતિ તથા સુરક્ષા સુપેરે જળવાય રહે અહીં એકઠી થતી ભીડમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે ડાંગ પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર મેળા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઈનચાર્જ પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણની સીધી નિગરાની હેઠળ આહવાના આ લોકમેળામાં બે ડીવાયએસપી કક્ષાના ઉચ્ચાધિકારીઓને તૈનાત કરાયા છે. આ ઉપરાંત અહીં 5 પીઆઈ, 18 જેટલા સબ ઈન્સ્પેકટર, 90 પોલીસ જવાનો, એસઆરપીના જવાનો સહિત હથિયારધારી કાફલો અને 60 જેટલા હોમગાર્ડના જવાનો પણ બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સહિત અહીં પ્રજાકીય જનજાગૃતિ માટે પોલીસ ફોર્સ દ્વારા હથિયાર પ્રદર્શન સહિત સ્ટુડન્ટ પોલીસ કેડેટસ દ્વારા સામાજિક કુરિવાજો જેવા કે બાળમજૂરી, બાળલગ્ન, અંધશ્રદ્ધા અને વ્યસન જેવા વિષયે વ્યાપક જનજાગૃતિ કેળવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ડાંગ પોલીસના જણાવ્યાનુસાર ડાંગ દરબારનો આ ઐતિહાસિક લોકમેળો વધુ ભોગ્ય બની શકે. મેળામાં આવતા પ્રજાજનો કોઈપણ જાતના ડર કે ગભરાટ કે ચિંતા વિના મેળાનો આનંદ માણી શકે તે માટે તૈનાત પોલીસ ફોર્સ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...