• Gujarati News
  • સરકારીમાધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો રાષ્ટ્રીય લોકનૃત્યમાં

સરકારીમાધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો રાષ્ટ્રીય લોકનૃત્યમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારીમાધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો રાષ્ટ્રીય લોકનૃત્યમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. એનસીઈઆરટી ન્યુ દિલ્હી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, વસતિ શિક્ષણ એકમ સેકટર નં. 12 ગાંધીનગર દ્વારા આયોજિત રાષ્ટ્રીય રોલ પ્લે, રાષ્ટ્રીય લોકનૃત્ય અને રાષ્ટ્રીય પોસ્ટર સ્પર્ધા જિલ્લા કક્ષાની ડાંગ જિલ્લા પ્રવેશદ્વાર વઘઈ નગરના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય લોકનૃત્યમાં સાકરપાતળ ગામની સરકારી મા. અને ઉ.મા. શાળા પ્રથમ ક્રમે આવી હતી અને રાજ્યકક્ષાએ એમની પસંદગી થઈ હતી. રાજ્યકક્ષાએ સ્પર્ધા બરોડા હાઈસ્કૂલ અલકાપુરી વડોદરા ખાતે યોજાઈ હતી. સ્પર્ધામાં ગુજરાત જિલ્લાભરની શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં રાષ્ટ્રીય લોકનૃત્યમાં સાકરપાતળની ઉ.મા. શાળાએ લોકનૃત્યમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મેળવતા ખુશી વ્યાપી હતી.

રાજ્યકક્ષાએ લોકનૃત્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો