તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આહવા એસ.ટી. ડેપો સામેના દબાણથી મુસાફરોને હાલાકી

આહવા એસ.ટી. ડેપો સામેના દબાણથી મુસાફરોને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાનાં મુખ્ય વહીવટી મથક આહવા ખાતે નિર્માણ થયેલ અદ્યતન બસ સ્ટેન્ડ આગળ દબાણ કરી ઝૂપડપટ્ટી બનાવી દેવાતા આહવાનાં વિકાસમાં કાળી ટીલી સમાન બની છે.

ડાંગ જિલ્લાનાં મુખ્ય વહીવટી મથક આહવા ખાતે રાજ્ય સરકાર દ્વારા અંદાજે ચાર કરોડનાં માતબર ખર્ચે અદ્યતન બસ સ્ટેન્ડનું નિર્માણ કરાયું છે.અદ્યતન ડેપો નિર્માણ થતાં સ્થાનિકોમાં ખુશી છવાય હતી.પરંતુ અદ્યતન ડેપોની સામે ગેરકાયદેસર દબાણ કરાતા બસ ડેપોની શોભામાં અડચણ ઉભી થઇ રહી છે. આહવા નગરનાં મેઇન રોડને અડીને આવેલ ડેપોની આગળ ઝૂપડપટ્ટી પારાવાર ગંદકીથી સરકારી કરોડો રૂપિયાનાં આંધણ થયુ હોય તેમ લાગીસ રહ્યુ છે. આહવા નગર વાસીઓ ગેરકાયદેસર ઝૂપડપટ્ટી ધારકોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સરકારે ડાંગ જિલ્લા જેવા પછાત જિલ્લામાં અદ્યતન ડેપો નિર્માણ કર્યા બાદ પણ ડેપો આગળ દબાણ હેઠળ ડેપોની સુંદરતામાં કમી થવા પામી છે.જોકે આહવા ડેપોની સામે ગેરકાયદેસર ઝૂપડા શેડનાં દબાણ અંગે એસ.ટી નિગમનાં ડિરેક્ટર બાબુરાવ ચોર્યાને પૂછતાં તેઓએ જણાવ્યું હતુ કે ડેપોની સામે દબાણકર્તા ઇસમોને બે માસ પહેલા નોટિસ આપી છે.તેમ છતાં સરકારી જગ્યા ખાલી કરી નથી. તેઓ સ્વેચ્છાએ દબાણ દૂર કરે તો એક-બે દિવસમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

એસ.ટી ડેપોની બહારનું ગેરકાયદેસર દબાણ. તસવીર-ભાસ્કર

દબાણ દૂર કરવા નોટિસ આપી છે: જિ.પં. પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...