તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાપુતારા | 173 ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિસ્તારના તમામે તમામ મતદારોને

સાપુતારા | 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિસ્તારના તમામે તમામ મતદારોને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિસ્તારના તમામે તમામ મતદારોને આજથી ફોટા સાથેની મતદાર કાપલીનું વિતરણ કરાશે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે.કુમારનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાનાં તમામે તમામ મતદારોને, સ્થાનિક બી.એલ.ઓ. (બ્લોક લેવલ ઓફિસર) મારફત ફોટા સાથેની મતદાર કાપલી મળી રહે તેવી વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. જેનો પ્રારંભ આજથી એટલે કે 27મીથી શરૂ કરાયો છે. ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઇ અને સુબીરમાં સંબંધિત બ્લોક લેવલ ઓફિસરો ઘરે ઘર ફરીને ફોટા સાથેની મતદાર કાપલી, અને મતદારો માટેની માર્ગદર્શિકાનું વિતરણ કરશે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં કુલ 1,66,219 મતદારો નોંધાવા પામ્યા છે.

ડાંગમાં મતદારોને ફોટા સાથેની કાપલીનું વિતરણ થશે

અન્ય સમાચારો પણ છે...