• Gujarati News
  • ડાંગ જિલ્લાના ગાંધીવાદી મહિલા ઇન્દુબેનના અંતિમ સંસ્કાર કરાયા

ડાંગ જિલ્લાના ગાંધીવાદી મહિલા ઇન્દુબેનના અંતિમ સંસ્કાર કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગનાઅગ્રણી સામાજીક મહિલા કાર્યકર અને સ્વ. ઘેલુભાઈ નાયક (સ્વાતંત્ર્ય સેનાની)ના પિત્ન સ્વ. ઈન્દુબેન નાયક (ઉ.વ.૭૬) નું માંદગીને કારણે અવસાન થતા તેમના પાર્થિવ દેહનો સ્વરાજ આશ્રમ-આહવા ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.

સ્વ. ઈન્દુબેન નાયકે સરકારમાં તાલુકા વિકાસ અધિકારી, ચીટનીશ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે સેવા તેમણે બજાવી હતી. કાર્યદક્ષ વહીવટ અને પારદર્શક કામગીરી અંગે હંમેશા માર્ગદર્શન આપનાર સ્વ.ઈન્દુબેન નાયક નું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. તા.12ફેબ્રુઆરીના રોજ સ્વ.ઈન્દુબેન નાયકની અંતિમ યાત્રા અરૂણોદય આહવા નગરના મુખ્ય માર્ગ થઇ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આવતા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ડાંગના મહિલા અગ્રણી સ્વ.ઈન્દુબેન નાયકની નીકળેલી સ્મશાનયાત્રા.