• Gujarati News
  • National
  • કરંજડીમાં જમીનના વિવાદમાં આધેડ પર કુહાડીથી હુમલો

કરંજડીમાં જમીનના વિવાદમાં આધેડ પર કુહાડીથી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગાનાકરંજડી ગામે કૌટુંબિક જમીનના વિવાદમાં આધેડ પર કુહાડીથી હુમલો કરાયો હતો.

કરંજડી ગામે રહેતા સોમીબેન ગનુભાઈ ચૌધરી (ઉ.વ. 55) તેમના ઘરે હાજર હતા. દરમિયાન તેમના કુટુંબી મનસ્યાભાઈ સોનુભાઈ ચૌધરી આવી તેમને કહેવા લાગ્યા કે મારા પિતાજી બધા કરતા મોટા છે જેથી અમે કોઈને જમીન આપવાના નથી અને એકાએક ઉશ્કેરાઈ જઈ તેમના હાથમાં રહેલી કુહાડીથી સોમીબેન ચૌધરીના માથાના ભાગે ઘા કર્યો હતો તેમજ કહેતા ગયા હતા કે આજે તો તુ બચી ગયેલ છે, એકાદ દિવસ તને પતાવી દેવા એવી ગર્ભિત ધમકી ઉચ્ચારી હતી. હુમલામાં સોમીબેન ચૌધરીને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમને આહવા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. આહવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...