• Gujarati News
  • માગશર પુનમ પહેલા પંદરથી વીસ દિવસના ગાળામાં ડુંગર દેવની પૂજા થાય છે

માગશર પુનમ પહેલા પંદરથી વીસ દિવસના ગાળામાં ડુંગર દેવની પૂજા થાય છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માગશર પુનમ પહેલા પંદરથી વીસ દિવસના ગાળામાં ડુંગર દેવની પૂજા થાય છે

ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પુજાના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

ખેતરનું અનાજ અર્પણ કરી ડુંગરદેવની પૂજા થાય છે, પુજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે

ડાંગમાં ઉજવાઈ રહેલો ડુંગરદેવની પૂજાનો ઉત્સવ

ભાસ્કર ન્યૂઝ. આહવા

ડાંગજિલ્લામાં ખુબ ભક્તિભાવથી ડુંગરદેવની પુજાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે.

ડાંગી આદિવાસીઓમાં ડુંગરદેવની પુજા આખા વર્ષ દરમિયાનની મહત્ત્વની પુજા હોય છે. માગસર પુનમ પહેલા પંદરથી વીસ દિવસના ગાળામાં પુજા કરવામાં આવે છે. પુજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે.

હાલમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પુજાના ભવ્ય કાર્યક્રમો ચાલી રહ્યા છે. ખેતીકામ પૂર્ણ કરી પુજામાં લોકો જોડાયા હતા. પુજા દરમિયાન પોતાના ખેતરનું અનાજ અર્પણ કરી ડુંગરદેવની પુજા કરવામાં આવી રહી છે. રાત્રિ દરમિયાન પુરૂષો દ્વારા ગામમાં ત્રણ દિવસ આખી રાત થાળી વાદ્ય પર કથા ગવાય છે. જ્યારે ડુંગર દેવને પ્રસન્ન કરવા ભાયા નૃત્યની રમઝટ આખી રાત ચાલે છે. લોકો નાચતા ગાતા ગઢ ઉપર જઈ કુદરતી ગુફામાં પુજા સંપન્ન થાય છે.

વિશે ડાંગના મૌખિક સાહિત્યના સંશોધક ડાહ્યાભાઈ વાઢુએ જણાવ્યું હતું કે ડાંગમાં ડુંગરદેવનો ઉત્સવ સૌથી મોટો ઉત્સવ છે. સામૂહિક ઉત્સવ ખેતી અને પશુપાલન માટે ઉપકારક કુદરતી પરિબળોનો અહોભાવ વ્યક્ત કરવા માટેનો ઉત્સવ છે. જેમાં નૃત્ય અને થાળી કથા ગવાય છે. ઉત્સવમાં ભગત દરેક ઘરમાં જઈ મંત્રોચ્ચાર કરીને સુખાકારી માટે પુજા કરે છે. સામાજિક ભાવના અને ખેતી અને પશુપાલનની સુખાકારીનો ઉત્સવ હોવાનું જણાવ્યું હતું.

ડાંગના મોટાભાગના વિસ્તારોમાં જ્યાં ડુંગરદેવની પુજા રખાય છે ત્યાં ગામના આજુબાજુના વિસ્તારોમાંથી લોકો પુજામાં જોડાઈ રહ્યા છે.