• Gujarati News
  • National
  • ડાંગ જિલ્લાના કડમાળ ગામે ચૂંટણીમાં મત આપવાની બાબતે મારામારી થઇ

ડાંગ જિલ્લાના કડમાળ ગામે ચૂંટણીમાં મત આપવાની બાબતે મારામારી થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લામાં યોજાયેલ ગ્રામપંચાયતોની ચૂંટણી બાદ પણ અદાવતમાં ઝગડાઓ ચાલુ રહેવા પામ્યા છે. ડાંગનાં પૂર્વપટ્ટી વિસ્તારનાં કડમાળ ગામે ચુંટણીમાં મતદાનનો અદાવત રાખી મારામારીની ઘટના આહવા પોલીસ મથકે નોંધાવા પામી છે.

મળતી માહિતી અનુસાર આહવા પોલીસ મથકમાં કડમાળ ગામનાં રહીશ સીતારામ સાંબળેએ આપેલ અરજી અનુસંધાન જણાવ્યું છે કે કડમાળ ગામે સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક પુન્યાભાઇ ચૂંટણીમાં મતદાન બાબતે અદાવત રાખી તેમના પરિવાર અને ભાઇઓની એક સંપ કરી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સામાવાળા પૂન્યાભાઇ ગાયકવાડનાં સગીર વયનાં છોકરાએ નિલેશ હિરામણ ઉ.11ને નાકનાં ભાગે લાકડીનો માર મારી નાકની હાડકી ભાગી નાંખતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેથી ભોગ બનનાર સીતારામ સાંબળેએ આહવા પોલીસમાં અરજી આપતાં પોલીસે એન.સી.ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.

મારામારીમાં નાના બાળકને સપાટો મારતા નાકની હાડકી તૂટી ગઇ

કડમાળ ગામે ચુંટણીનાં અદાવતમાં મારા મારીમાં ભોગ બનનાર બાળકનાં નાકમાં થયેલ ઇજા.

અન્ય સમાચારો પણ છે...