તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડાંગના અનેક પંથકોમાં ઝરમરીયો વરસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગના અનેક પંથકોમાં ઝરમરીયો વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના મુખ્ય મથક આહવા, શબરીધામ, સુબીર અને વઘઈ સહિત અનેક પંથકોમા સોમવારે દિવસભર મધ્યમ સ્વરૂપનો વરસાદ અવિરતપણે ચાલુ રહેવા અહીંના સમગ્ર વિસ્તારમાં શીતલહેર વ્યાપી ગઈ છે. જેને પગલે ડાંગી ખેડૂતો ઉત્સાહભેર રોપણીના કામમાં જોતરાયા છે.

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના અનેક પંથકોમાં વરસાદે તાંડવ કર્યા બાદ રવિવારથી વિરામ લીધો હતો. જે બાદ અમુક પંથકમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. જ્યારે અમુક પંથકો છેલ્લા બે દિવસથી કોરાકટ રહ્યા હતા.

સોમવારના રોજ વાતાવરણે ફરી રૂખ બદલતા ગિરિમથક સાપુતારા, બોરખલ, ચીંચલી, શબરીધામ, સુબીર, સિંગાણા, કાલીબેલ, ભેંસકાતરી, મુખ્ય મથક આહવા, વઘઈ અને સાકરપાતળ સહિત પંથકોમાં કોઈક ઠેકાણે ઝરમરીયો તો કોઈ ઠેકાણે મધ્યમ સ્વરૂપે વરસાદ દિવસભર પડતા અહીંના સમગ્ર પંથકોમાં પાણી પાણી થઈ ગયું હતું. જેમાં સોમવારે ધીમી ગતિથી પડી રહેલા વરસાદના પગલે આદિવાસી ખેડૂતો પોતાના ખેતરોમાં રોપણી સહિત વિવિધ પાકોને ઓરવાના કામમાં જોતરાય જતા અહીંનું વાતાવરણ ખેતીમય બન્યું છે.

વાવણી લાયક વરસાદથી ખેડૂતો પાક અોરવાના કામમાં જોતરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો