તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સમગ્ર ડાંગ જિલ્લામાં ઝરમરીયો વરસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમગ્ર ડાંગ જિલ્લામાં ઝરમરીયો વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના ગિરિમથક સાપુતારા, વઘઈ, આહવા અને સુબીર સહિત પંથકોમાં આજરોજ સવારથી બપોર સુધી કોઈક ઠેકાણે મધ્યમ તો કોઈક ઠેકાણે ઝરમરીયો વરસાદે વરસવાનું યથાવત રાખતા સમગ્ર સ્થળોએ લીલીછમ વનરાજી સોળેકળાએ ખીલી ઉઠી હતી.

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં મેઘરાજાના વરસાદે થોડા દિવસથી વિરામ લેતા અહીં નિરાકાર શાંતિનો માહોલ છવાયો હતો. જેની સાથે ડાંગ જિલ્લાના સમગ્ર સ્થળોએ લીલોતરી (લીલીછમ) વનરાજી મહેંકી ઉઠી હતી. આજરોજ લાંબા વિરામ બાદ ડાંગના મુખ્ય મથક આહવા, સુબીર, વઘઈ, સાપુતારા, કાલીબેલ, ચીંચલી અને પીપલાઈદેવી સહિત પંથકોમાં સવારથી બપોર સુધી કોઈક ઠેકાણે થોડાક સમય માટે મધ્યમ તો કોઈક ઠેકાણે ઝરમરીયો વરસાદ વરસવાનું યથાવત રાખતા સમગ્ર સ્થળોએ ડહોળા પાણીના નીર રેલાવાની સાથે લીલીછમ વનરાજી સંપદા સોળે કળાએ ખીલી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો