તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આહવામાં તાલુકા યુવા ઉત્સવ સંપન્ન

આહવામાં તાલુકા યુવા ઉત્સવ સંપન્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા | ડાંગજિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે તાજેતરમાં આહવા તાલુકાના યુવા ઉત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી 42 સ્પર્ધાઓમાં તાલુકાની વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકાના યુવા ઉત્સવમાં સાહિત્ય વિભાગની કુલ-4 સ્પર્ધાઓ, કલા વિભાગમાં પાંચ, સાંસ્કૃતિક વિભાગમાં-13 મળી કુલ-22 સ્પર્ધાઓ સાહિત્ય-કલા અને સાંસ્કૃતિક વિભાગમાં યોજાઇ હતી. જ્યારે ખુલ્લા વિભાગમાં અન્ય 20 સ્પર્ધાઓ મળી અહીં કુલ-42 સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરાયુ હતું. શાળા આચાર્યા કે.એ.પરમારના માર્ગદર્શન હેઠળ યુવા ઉત્સવ યોજાયો હતો. આગામી દિવસોમાં તાલુકા યુવા ઉત્સવના વિજેતા સ્પર્ધકો, જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

અન્ય સમાચારો પણ છે...