• Gujarati News
  • National
  • મહાલ અને ધુલદા વચ્ચે ટ્રક પલટી જતાં 10 મજૂરોને ઈજા, 3 ગંભીર

મહાલ અને ધુલદા વચ્ચે ટ્રક પલટી જતાં 10 મજૂરોને ઈજા, 3 ગંભીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગનામહાલ અને ધુલદા વચ્ચે ગુરુવારના રોજ બારડોલી સુગર ફેકટરીમાંથી પરત ફરી રહેલા ધુબડીયા ગામના મજૂરોથી ભરેલી ટ્રક પલટી મારી જતા 10 જણાને ઈજા થઈ હતી. જેમાંથી ત્રણને ગંભીર ઈજા થતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

ડાંગના લોકોને રોજગારી પૂરી પાડવામાં નિષ્ફળ જતા સરકારીતંત્રના પાપે દર વર્ષે હજારો મજૂરો બાળકોને સાથે લઈ મજૂરી માટે સુગર ફેકટરીમાં જાય છે. મજૂરોને લઈ જતા અને આવતી વખતે અકસ્માત દર વર્ષે થાય છે અને અનેક લોકોના મોત થાય છે.

બારડોલી સુગરમાં રજા પડતા ધુબડીયા ગામના 20 જેટલા મજૂરો ભરેલી ટ્રક (નં. જીક્યુસી-7500) મહાલ અને ધુલદા વચ્ચે પલટી જતા કુલ 10 મજૂરોને ઈજા થઈ હતી. સ્થાનિક આગેવાન રાજેશ ગામીત અને કિરણ વળવીએ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

ત્રણ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને વલસાડ સિવિલમાં રિફર કરવામા આવ્યા છે. જેમાં મંજુબેન જવારભાઈ પવાર (ઉ.વ. 16, ધુબડીયા), વસંત સુરેશ દેશમુખ (ઉ.વ. 16, ધુબડીયા), રાજુ જવાર પવાર (ઉ.વ. 16, ધુબડીયા, તા. સુબીર, જિ.ડાંગ) સહિત અન્ય 7ને સામાન્ય ઈજા થતા આહવા સિવિલમાં સારવાર હેઠળ છે.

ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વલસાડ રિફર કરવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...