• Gujarati News
  • National
  • આહવા કોલેજ ખાતે મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો

આહવા કોલેજ ખાતે મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારીઆર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, આહવા ખાતે જિલ્લા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, આહવાના સંયુક્ત ઉપક્રમે ખાસ મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જિલ્લા કલેકટર બી.કે.કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા ભરતી મેળામાં 150થી વધુ યુવતીઓ રોજગારી માટે ઉપસ્થિત રહી હતી.

જિલ્લા કલેકટર બી.કે.કુમારે ખાસ મહિલાઓ માટે યોજાયેલા ભરતી મેળા માટે જિલ્લા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં રોજગારી માટે કેટલાક કુટુંબો સ્થળાંતર કરે છે. જેના પરિણામે બાળકોના શિક્ષણ વગેરે પ્રશ્નો ઉભા થાય છે. અહીં ડાંગ જિલ્લામાં રોજગારી વધે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં ખાનગી ક્ષેત્રોમાં મેનપાવરની જરૂરિયાત માટે ખાનગી ક્ષેત્રોના પ્રતિનિધિઓ જિલ્લા પ્રશાસનની સાથે રહીને રોજગારીને ઉત્તેજન આપે છે જે અભિનંદન ને પાત્ર છે.

જિલ્લા રોજગાર અધિકારી વિનોદ ભોયેએ જણાવ્યું હતું કે મહિલાઓને રોજગારી આપવા માટે ખાનગી કંપનીઓ રોજગારી માટે આગળ આવી છે. જે સારા આકર્ષક પગારથી રોજગારીની તકો પુરી પાડે છે. કંપનીઓ રહેવાની પણ સગવડ આપે છે.

આહવા કોલેજ ખાતે મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો હતો.

150થી વધુ યુવતી રોજગારી માટે ઉપસ્થિત