• Gujarati News
  • વઘઈમાં પુસ્તક પ્રદર્શન યોજાયું

વઘઈમાં પુસ્તક પ્રદર્શન યોજાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા :સરકારી તાલુકા પુસ્તકાલય વઘઈ દ્વારા સાહિત્ય રસિક રતિલાલભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી જ્ઞાનદીપ વિદ્યામંદિર, પ્રાથમિક શાળા ખાતે કરાઇ હતી. પ્રસંગે પુસ્તક પ્રદર્શન, સ્ટેમ્પ તથા સિક્કાઓનું પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકાયુંું હતું. કાર્યક્રમ નિમિત્તે તાલુકા શાળાના આચાર્ય ધનસુખભાઈ પટેલ, સરકારી ખેતીવાડી હાઈસ્કૂલના મુખ્ય શિક્ષકો જ્યોતિબેન, કૃતિબેન, મહિલા સામખ્યના ભોયે ઉષાબેન, અરૂણાબેન,મયુરિકાબેન, અર્પિતાબેન, મનુભાઈ, દિપ્તેશ પટેલ, મજીદ સહિત 800 જેટલા વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શનનો લાભ લીધો હતો.