Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દલિત અત્યાચારના વિરોધમાં ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું
તાજેતરમાંઉના તાલુકાના સમઢીયાળા ગામના દલિત સમાજના ચાર યુવાનો સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા ને જાહેર આરોગ્યના સુખાકારી અર્થે મૃત ગાયોના નિકાલ કરવા માટે પોતાનું કામ કરતા હતા ત્યારે ગૌરક્ષા સેનાના (પરવૈયા) પ્રતિનિધિ કાર્યકરોએ હિંસક હથિયારો સાથે ચાર દલિત યુવાનો પર હુમલો કર્યો હતો. હુમલાના કૃત્યને આહવાના દલિત જ્ઞાતિના હોદ્દેદારો તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી આવું કૃત્ય કદાપી નહીં થાય અને કસુરવારો સામે કાયદાકીય પગલા ભરવામાં આવે એવી માંગ કરી હતી. જેના વિરોધમાં આજે આહવાના દલિત જ્ઞાતિના હોદ્દેદારો તેમજ દલિત સમાજના લોકો દ્વારા આહવા સેવા સદન કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદન પત્ર આપી મામલાની ન્યાયિક તપાસ કરવા અને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી હતી. પ્રસંગે ડાંગના ધારાસભ્ય મંગળભાઇ ગાવિત, દલિત સમુદાયના હરીશ બચ્છાવ, રાહુલ બચ્છાવ, મોરેભાઇ સહિત કોંગ્રેસી આગેવાન નંદુભાઇ ભદાણે, સ્નેહલ ઠાકરે, માજી સદસ્ય શરદ પવાર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.
કલેકટરને આવેદન આપતા દલિત સમાજના લોકો.