તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડાંગ જિલ્લાનાં આઠ બાળકોએ સામાજિક સંસ્થાના સહયોગથી હવાઇ મુસાફરી માણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગ જિલ્લાનાં આઠ બાળકોએ સામાજિક સંસ્થાના સહયોગથી હવાઇ મુસાફરી માણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લામાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સાથે ખભેખભા મિલાવીને કાર્ય કરતી, માલેગાંવ સ્થિત પ્રયોશા પ્રતિષ્ઠાન નામની સામાજિક સેવા સંસ્થાએ, ડાંગના આદિવાસી બાળકોને હવાઇ મુસાફરી કરાવીને, તેમને જીંદગીનો એક અણમોલ લહાવો માણવાની તક ઉપલબ્ધ કરાવી છે.

ડાંગના અંતરિયાળ વિસ્તારની 61 પ્રા. શાળામાં સરાહનીય કામગીરી કરી રહેલી સંસ્થાના સ્થાપક પી.પી.સ્વામીજી દ્વારા, ગત વેકેશન દરમિયાન 30 દિવસ-30 કલાક નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. શિક્ષણ અને સંસ્કારના સિંચન માટે અમલી બનાવાયેલા પ્રોજેક્ટમાં જિલ્લાના 210 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેના સમાપન સમારંભ વેળા, 210 વિદ્યાર્થીઓ પૈકી વિશષ્ટિ સેવા પ્રવૃત્તિ કરેલી હોય તેવા 26 સ્વયંસેવકોને અલગ તારવવામાં આવ્યા હતા. જેમના નામની કાપલીઓ બનાવી કલેક્ટર એમ.જે.ઠક્કર, મથુરભાઇ સવાણી, પ્રયોશા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ કેશુભાઇ ગોટી વગેરે દ્વારા 8 નામોની કાપલીઓ ઉપાડી, ડ્રો સિસ્ટમથી 8 વિદ્યાર્થીઓની હવાઇ મુસાફરી માટે પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સૂરતથી સોમનાથ સુધીની હવાઇ સફર ચાર્ટર પ્લેન મારફત કરાવીને, સ્વામીજીએ વિદ્યાર્થીઓને પણ જીવનની અણમોલ તક ઉપલબ્ધ કરાવવાની દિશામાં સેવાપ્રવૃત્તિ હાથ ધરી, અન્યો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. ચાર્ટર પ્લેનની હવાઇ મુસાફરી માટે સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ અને ધર્મનંદન ડાયમંડ-સૂરતના લાલજીભાઇ પટેલે સહયોગ પુરો પાડયો હતો.

હવાઈ મુસાફરી કરનારા વિદ્યાર્થીઓ તથા સ્વામીજી.

સુરતથી સોમનાથ સુધીની હવાઇ મુસાફરી કરાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો