• Gujarati News
  • National
  • મુરલી અને સરીતા માટે સુવિધાની તૈયારી દર્શાવતા કલેક્ટર

મુરલી અને સરીતા માટે સુવિધાની તૈયારી દર્શાવતા કલેક્ટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના યુવા દોડવીર મુરલી ગાવિત અને સરીતા ગાયકવાડે ફક્ત ડાંગ જિલ્લાને નહીં, પુરા રાજ્ય અને સમગ્ર દેશને ગૌરવ અપાવી, ભારત વતી વિદેશોમાં એથ્લેટીક્સમાં ભાગ લઇને, ડાંગનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યુ છે.

ખેલાડીઓ અવારનવાર તેમના માદરે વતન ડાંગ જિલ્લાની મુલાકાતે આવતા હોય છે ત્યારે કલેક્ટરની અચૂક મુલાકાત લેતા હોય છે. વેળા તેમની મુશ્કેલીઓ, તેમના પ્રશ્નો, ગામની સમસ્યા જેવી બાબતોએ પણ કલેક્ટર બી.કે.કુમાર દ્વારા તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવતી હોય છે.

તાજેતરમાં ડાંગની રાજધાની એવી કરાડીઆંબાની દોડવીર કુ.સરીતા ગાયકવાડે કલેક્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તે વેળા કલેક્ટર બી.કે.કુમારે દેશ માટે વધુમાં વધુ મેડલો જીતવાની શુભકામના પાઠવી હતી. દરમિયાન વાતચીતમાં જાણ્યા મુજબ સરીતા ખુબ સામાન્ય શ્રમજીવી પરિવારમાંથી આવે છે. તેને આર્થિક અને સામાજિક મદદની જરૂરિયાત જણાતા, કલેક્ટરે તુરત સરીતાના ઘરે આવતાજતા મહેમાનો, મહાનુભાવો, મુલાકાતીઓની અવરજવરને ધ્યાને લઇ બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરી આપી હતી. જ્યારે સરીતા જ્યારે પણ એકેડમીમાંથી આહવા આવે, ત્યારે આહવાથી કરાડીઆંબા સુધી તેના ઘરે જવા માટે સરકારી ગાડીની વ્યવસ્થા કરી આપવાની તૈયારી દર્શાવી, કલેક્ટરે જરૂરિયાતના સમયે ખેલાડીઓને સરકીટ હાઉસમાં રોકાણની માટેની વ્યવસ્થા ગોઠવવાનું પણ કહ્યું હતું. ઓછુ હોય તેમ કલેક્ટરે સરીતાના પિતા કે જેઓ એક સામાન્ય શ્રમજીવી તરીકે તેમનું જીવન ગુજારે છે તેમને રહેઠાણ, પાણી, વીજળી, શૌચાલય સહિત સરીતા અને મુરલીને પણ આહવા ખાતે રહેણાંકના હેતુસર પ્લોટ આપવાની જોગવાઇઓ તપાસી, તે દિશામાં કાર્યવાહી આરંભવાની ખાતરી આપી હતી.

ઉપરાંત ખેલાડીઓને કોઇ સ્પોન્સરના સહયોગથી વર્ષભરના પ્રોટીન સહિત સ્પોર્ટ્સ કિટ વગેરેની ઉપલબ્ધતા માટે પણ કલેક્ટર બી.કે.કુમારે તેમના હકારાત્મક સહયોગની ખાતરી આપી હતી.

યુવા દોડવીર મુરલી ગાવિત અને સરીતા ગાયકવાડને શુભકામના પાઠવતા કલેકટર. તસવીર-પાંડુચૌધરી

અન્ય સમાચારો પણ છે...