• Gujarati News
  • National
  • બસ હડતાળને પગલે બોર્ડના વિદ્યાર્થીઓ માટે આહવા ખાતે રોકાણની વ્યવસ્થા કરાઇ

બસ હડતાળને પગલે બોર્ડના વિદ્યાર્થીઓ માટે આહવા ખાતે રોકાણની વ્યવસ્થા કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા |ધોરણ-10 અને 12ની શરૂ થઇ રહેલી પરીક્ષાઓ દરમિયાન 16 અને 17 માર્ચ દરમિયાન એસ.ટી.બસની હડતાળને પગલે, કોઇ પરીક્ષાર્થીઓને અગવડનો સામનો કરવો પડે તે માટે ડાંગ જિલ્લા પ્રશાસને વ્યવસ્થાઓ ગોઠવી છે. ડાંગ કલેક્ટર એમ.જે.ઠક્કરની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.પવાર દ્વારા, આહવા ખાતે આવતા ધોરણ-10-12ના પરીક્ષાર્થીઓ માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તે અનુસાર, આહવા ખાતે આવતા પરીક્ષાર્થીઓને જો એસ.ટી.બસના અભાવે મુશ્કેલી અનુભવાઇ તો, વિદ્યાર્થીનીઓ માટે આહવા સ્થિત ગિરિકન્યા છાત્રાલય ખાતે, અને વિદ્યાર્થીઓ માટે સરકારી માધ્યમિક શાળા-આહવાના છાત્રાલયમાં રોકાણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો મુશ્કેલી કે મુંઝવણ અનુભવાઇ તો જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ટેલિફોન નંબર 02631-220208 ઉપર સંપર્ક સાધવા પણ અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...