તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગિરીમથક સાપુતારા પંથકના ગામોમાં પવન સાથે વરસાદ

ગિરીમથક સાપુતારા પંથકના ગામોમાં પવન સાથે વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના ગિરીમથક સાપુતારા સહિત ગામડાઓમાં આજે મંગળવારે પવનના જોરદાર સૂસવાટા સાથે મુશળધાર વરસાદ કરા સાથે વિનાશક તાંડવ કરતા જંગલ વિસ્તારના અનેક વૃક્ષોને ધરાશાયી કરી દેવાની સાથે રહેણાંક મકાનોના છાપરાઓ ઉડાડી જમીનદોસ્ત કરી દેતા જંગી નુકશાન થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરબાદ ગિરીમથક સાપુતારા સહિત નવાગામ, માલેગાવ, ગોટીયામાળ, ગુંદીયા, બરડપાણી, શામગહાન, બારીપાડા વગેરે ગામોમાં બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવી તોફાની વાવાઝોડા અને વરસાદી કરા સાથે તાંડવ કરતા જંગલ વિસ્તારના અનેક વૃક્ષો ધરાશાયી કરી દીધા હતા. સાપુતારાના અમૂક ગામોમાં મકાનોના છાપરા ઉડાડી જમીનદોસ્ત કરી દેતા અહીંના આદિવાસી પરિવારોને નુકશાન થયું છે. અહીં થોડા સમય માટે પડેલા મુશળધાર વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં પાણી પાણી ફરી વળ્યું હતું.