તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતાની 60 મિનિટ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા |બીજી ઓક્ટોબરને મહાત્મા ગાંધીજીના જન્મદિને આહવા ખાતે સ્વચ્છતાની 60 મિનિટ વિષયક કાર્યક્રમનું આયોજન કરાયું છે. તા.2જી ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી જિલ્લા પ્રશાસન દ્વારા રચાયેલી નિગરાની સમિતિના સભ્યો, પ્રજાજનોને જાહેરમાં ગંદકી ફેલાવતા અટકાવશે રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત રહેનારા ઉચ્ચાધિકારીઓ દ્વારા સ્વચ્છતા મુલાકાત, શૌચાલયનું ખાતમુહૂર્ત હાથ ધરાશે. ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મહાનુભાવની ઉપસ્થિતિમાં સ્વચ્છતાના ક્ષેત્રે ઉત્કષ્ટ કામગીરી કરનારા વ્યકિતનું મહાનુભાવોના હસ્તે જાહેર સન્માન કરાશે. અહીં રાજ્યકક્ષાએથી સેટકોમના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી પ્રજાજનોને સંબોધશે.

અન્ય સમાચારો પણ છે...