તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બીએસએનએલની સુવિધા વારંવાર ખોટકાતાં મોરચો માંડવાનો નિર્ધાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીએસએનએલની સુવિધા વારંવાર ખોટકાતાં મોરચો માંડવાનો નિર્ધાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાનું મુખ્ય મથક આહવાથી 18 કિ.મી.ના અંતરિયાળ આમસરવળન ગામ નજીક કળંબ ડુંગર ઉપર આવેલા બીએસએનએલ ટાવરની સુવિધા વારંવાર ખોટકાતા અને ઠપ થવા મામલે વારંવાર થયેલી રજૂઆતો વાંઝણી પૂરવાર થતા ગ્રામજનો 25મીને સોમવારે આહવા-વઘઈ માર્ગ ઉપર આવેલા ભવાનદગડ પાસે રસ્તા રોકો આંદોલનની સાથે ચક્કાજામ કાર્યક્રમ પ્રશાસન વિરૂદ્ધ મોરચો માંડવાનો નિર્ધાર કરી લીધો હોવાની માહિતી સાંપડી છે.

ડાંગ કલેકટરને સંબોધીને લખેલી અરજમાં જણાવાયુ છે કે કળંબ ડુંગર ઉપર બીએસએનએલ ટાવરનું નિર્માણ થતા લોકોમાં ખુશી છવાઈ હતી. અહીં બીએસએનએલ ટાવર વીજળી ડુલ થઈ જવાના કારણે અને ટેકનિકલ ખામીના લીધે વારંવાર ખોટકાતા અને ઠપ થઈ જતા બીએસએનએલ ટાવર થકી નેટવર્ક અને કનેકટીવિટી મેળવતા અસંખ્ય ગ્રાહકોને મોબાઈલ સેવા વિના અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત વિસ્તારમાં લવાર્યા, બોરપાડા, દગડીઆંબા, વાંગણ અને ભવાનદગડ જેવા ગામોમાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર આવેલા હોવાથી વિસ્તારના રેશનધારકોને કૂપનો કાઢવાની થતી હોય મોબાઈલ ટાવર થકી નેટવર્ક મળવાને કારણે રેશનકાર્ડધારકોને ઘણી તકલીફ વેઠવી પડે છે. ડાંગના કળંબ ડુંગર ઉપર આવેલા બીએસએનએલ ટાવરની સુવિધા રેગ્યુલર પૂરી પાડવામાં ટેલિફોન તંત્ર નિષ્ફળ રહેતા આગામી 25મીને સોમવારે આહવાથી વઘઈ રોડ આવેલા ભવાનદગડ પાસે આમસરવળનના ભૂતપૂર્વ સરપંચ શિવરામ બી. ગાંગુર્ડેની આગેવાની હેઠળ રસ્તા રોકો આંદોલન/ચક્કાજામના મંડાણ થનાર છે.

25મીના રોજ ભવાનદગડ પાસે ચક્કાજામ કાર્યક્રમ અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો