તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચેક બાઉન્સ કેસમાં મહાલપાડા ગામના શખ્સને એક વર્ષની કેદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક બાઉન્સ કેસમાં મહાલપાડા ગામના શખ્સને એક વર્ષની કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગનામહાલપાડા ગામના ઈસમે રૂ. 4.50 લાખની લોન પેટેની રકમ ભરપાઈ માટે લખી આપેલા ચેક બેંકમાં બાઉન્સ થતાં કોર્ટે કરજદારને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને વળતર પેટે રૂ. 6.25 લાખ દંડ ફટકાર્યો હતો. જેને ફરિયાદીએ આહવા સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરીહતી. જે અપીલને પણ આહવાની સેશન્સ કોર્ટ દ્વારા અપીલ અરજી ફગાવી નીચલી કોર્ટના હુકમને ગ્રાહ્ય રાખી કરજદારને તેમની સજા યથાવત રાખી હતી.

ડાંગ જિલ્લાના મહાલપાડા ગામના સુમનભાઈ રતનભાઈ વાઘમારેએ વલસાડ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ બેંક આહવા શાખામાંથી તા. 15/11/2006માં ખેતીવિષયક મધ્યમ મુદતની રૂ. 4.50 લાખની ટ્રેકટરની લોન લીધી હતી. લોનની રકમ ભરપાઈ કરવા માટે બેંક દ્વારા સુમનભાઈ વાઘમારેને જણાવવામાં આવ્યું હતું. લોન સુમનભાઈ દ્વારા લોનની રકમના ઉઘરાણા પેટે વલસાડ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો. બેંક આહવા શાખાને તા. 5/12/2011ના રોજ બેંક ઓફ બરોડા આહવા શાખાનો ચેકથી રૂ. 5,23,700નો ચેક લખી આપ્યો હતો. જે ચેક બેંકમાં દેખાડ કરી જમા કરતા ચેક ઈનસફિશિયન્ટ ફંડના શેરા સાથે સ્વીકાર્યા વગર તા. 15/2/2012ના રોજ પરત ફરતા (બાઉન્સ) થયો હતો. બાબતે બેંકે તેમના વકીલ હરેશભાઈ ગાંગુર્ડા દ્વારા જરૂરી નોટીસ તા. 1/3/2012ના રોજ પોસ્ટ રજી. એડીથી મોકલાવી હતી, તેમ છતાં સુમનભઈ વાઘમારે દ્વારા કોઈ જવાબ નહીં આપતા બાબતે બેંકના સુપરવિઝન અધિકારી મોહનભાઈ દ્વારા આહવાના જ્યુ. મેજિસ્ટ્રેટ ફ.કોર્ટમાં સુમનભાઈ વિરૂદ્ધ વકીલ હરેશભાઈ ગાંગુર્ડા દ્વારા 17/4/2012ના રોજ કેસ દાખલ કર્યો હતો. કેસમાં ફરિયાદ પક્ષ (બેંક)ના વકીલ હરેશભાઈ દ્વારા ફરિયાદ પક્ષ તરફે આરોપી વિરૂદ્ધ દલીલો અને જરૂરી પુરાવાઓ રજૂ કરતા આહવાના જ્યુ. મેજિસ્ટ્રેટ દ્વારા દલીલો ગ્રાહ્ય રાખી ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 255(2)ની જોગવાઈ અન્વયે આરોપી સુમનભાઈ વાઘમારેને વટાવ ખત અધિનિયમ 1981ની કલમ 138 મુજબના ગુનાના તકસીવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તથા ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973ની કલમ 357(3)ની જોગવાઈ અન્વયે આરોપીએ ફરિયાદી (બેંક)ને વળતર પેટે રૂ. 6.25 લાખ હુકમની તારીખથી એક માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જેન કરજદાર અને આરોપી સુમનભાઈ વાઘમારેએ આહવા સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં પણ ફરિયાદ પક્ષ (બેંક)ના વકીલ હરેશભાઈ ગાંગુર્ડા દ્વારા ફરિયાદ પક્ષ તરફે આરોપી વિરૂદ્ધ દલીલો અને જરૂરી પુરાવાઓ રજૂ કરતા આહવા સેશન્સ કોર્ટના મેજિસ્ટ્રેટ રબારીએ ફરિયાદ પક્ષના વકીલ હરેશભાઈ ગાંગુર્ડાની દલીલો ગ્રાહ્ય રાખી નીચલી કોર્ટ (આહવાના જ્યુ. મેજિસ્ટ્રેટ ફ. કોર્ટ)નો ફેંસલો યથાવત રાખી આરોપરીને એક વર્ષની સાદી કેદની સજા અને બેંકને વળતર પેટે રૂ. 6.25 લાખની હુકમની તારીખથી એક માસમાં ચૂકવી આપવા અને વળતરની રકમ ચૂકવવા કસૂર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.

નીચલી કોર્ટના હુકમને આહવા સેશન્સ કોર્ટે માન્ય રાખ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો