તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આહવાના પેટ્રોલપંપે પેટ્રોલની ટાંકીમાં ડીઝલ ઠાલવી દેવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આહવાના પેટ્રોલપંપે પેટ્રોલની ટાંકીમાં ડીઝલ ઠાલવી દેવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે આવેલા ગુજરાતરાજ્ય પુરવઠા નિગમનું કલ્પતરૂ ફિલિંગ પેટ્રોલપંપ પર પેટ્રોલની ટાંકીમાં ડીઝલનો જથ્થો ભરી દેતા અનેક વાહનોમાં પેટ્રોલનું વેચાણ બાદ વાહનો ખોટકાતા ભારે હોબાળો થયો હતો.

મળતી માહિતી અનુસાર આહવા ખાતે આવેલા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ સંચાલિત કલ્પતરૂ ફિલિંગ પેટ્રોલપંપ પર શનિવારે સાંજે ટેન્કરમાં ડીઝલનો જથ્થો આવ્યો હતો. જેને પેટ્રોલપંપના કર્મચારીઓની બેદરકારીથી પેટ્રોલની ટાંકીમાં ડીઝલનો જથ્થો ઠાલવી દીધો હતો. બાદમાં વાહનોમાં વેચાણ પણ શરૂ કરી દીધુ હતું.

આહવા પેટ્રોલપંપમાંથી પેટ્રોલ ભરાયા બાદ કેટલીક બાઈક બંધ પડી ખોટકાવાના બનાવો બનતા વાહનચાલકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. કેટલાક બાઈકચાલકોએ ગેરેજમાં જઈ પેટ્રોલ ચેક કરતા તેમાં ડીઝલની ભેળસેળ થઈ હોવાનું ખુલતા તમામ વાહનચાલકો આહવા પેટ્રોલપંપ પર જઈ હોબાળો મચાવ્યો હતો. બાદમાં પંપ ચેક કરતા પેટ્રોલમાં ડીઝલની ભેળસેળ જણાતા પેટ્રોલનું વેચાણ બંધ કરી દીધુ હતું. આહવા પેટ્રોલપંપમાં કર્ચમારીઓની બેદરકારીના પગલે અનેક વાહનો ખોટકાતા વાહનમાલિકો દ્વારા ખોટકાયેલા વાહનોના વળતરની ઉગ્ર માગ કરાત પેટ્રોલપંપના મેનેજર એસ.જે. ખરાડીએ પેટ્રોલપંપ પર ભરેલા ઈંધણથી ખોટકાયેલા વાહનોની ચકાસણી કરી મરામત કરાવી આપવાની મૌખિક ખાતરી આપતા મામલો શાંત થયો હતો.

આહવા ખાતે આવેલા પેટ્રોલપંપમાં ડીઝલની ભેળસેળ બહાર આવતા પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. તસવીર-ભાસ્કર

વાહનો ખોટકાતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો