• Gujarati News
  • National
  • આહવા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

આહવા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેજિલ્લાના વહીવટી મથક આહવા ખાતે ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસભેર આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ડાંગના વિવિધ વિસ્તારોમાંથી હજારો આદિવાસી બહેનો ભાઇઓ સ્વયંભુ રીતે ઉમટી પડ્યા હતા.આહવાના રંગ ઉપવનથી શરૂ કરી પેટ્રોલ પંપ અને કલેક્ટર કચેરી થઇ રેલી ફરી રંગ ઉપવન પર આવી સભાના રૂપમાં ફેરવાઇ હતી.

આદિવાસી મહાસભાના કાર્યકર દિનેશ પવારએ ભુરિયા સમિતિનો પંચાયતનો કાયદો અને પેશા કાયદા અંતર્ગત દરેક ગામની ગ્રામસભાને આપવામાં આવેલ અધિકારીઓની વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે પેશા કાયદા અંતરર્ગત તમામ વિકાસના કામો કરવા કે નહીં કરવા અંગે ગ્રામસભાનો નિર્ણય આખરી ગણવામાં આવ્યો છે જેથી સરકાર ગૃપ ગ્રામ પંચાયતદીઠ નહીં પણ દરેક ગામ દીઠ ગ્રામ સભાઓ યોજવાનું શરૂ કરે તથા જે તે ગ્રામ સભાને આપવામાં આવેલ અધિકારોના પાલન કરવામાં સહભાગી બને. સભામાં ડાંગના બધા રાજકીય પક્ષના નેતાઓની ચુંટાયેલ કાર્યકરો એક મંચ પર ભેગા થયા હતાં.

સભાને સંબોધતા મોતિલાલભાઇએ ડાંગની ભીતીગળ સંસ્કૃતિને વિસ્તૃત રીતે સમજ આપી તહેવારો અને તેમાં ગીતો,લોકનૃત્યો,રીવાજો પરંપરાઓ વિશે સજાગ કર્યા હતા.ઉપસ્થિત દશરથ પવારએ ભુલાઇ રહેલ આદિવાસી સંસ્કૃતિને બચાવવા અને જતન કરવાની વાતક રવાની સાથે સ્પષ્ટ કર્યુ હતું કે ડાંગમાં બનનાર ડેમના વિરોધમાં છે અને પાર્ટીને બાજુએ મુકી બનનાર ડેમના મુદ્દે હંમેશા લોકોના પડખે રહેવાની વાત કરી હતી.

ધોરણ-12નાં સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકના પેજ 26 પર આદિવાસીઓના રીતરીવાજો પરંપરાઓમાં અંધશ્રધ્ધા રહેલી છે એવી ટીપ્પણી કરવામાં આવી છે તેમજ પેજ 27 પર જંગલમાં રહેતા આદિવાસીઓમાં ગાંજા,અફિણ,મહુડા અને તાડીનું દુષણ છે. ટીપ્પણીઓ તદ્દન ખોટા છે અને સરકારે પુસ્તકમાં સુધારો કરે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર તાપી, નર્મદા લિંક યોજના અંતર્ગત બનનાર ચેકડેમને રદ કરવા માટે બધા પક્ષોએ એક થવું જોઇએ.

સભામાં ઉપસ્થિત ધારાસભ્ય મંગળ ગાવિતએ આદિવાસી દિવસની શુભેચ્છાઓ આપ્યા બાદ જણાવ્યું હતું કે ડાંગમાં બનનાર ડેમ બાબતે પક્ષ વિપક્ષ ભુલીને હંમેશા લોકો સાથે રહેવાની ખાતરી આપી બીજા નેતાઓને પણ અપીલ કરી હતી. સભા સમાપ્ત થયા બાદ જિલ્લા કલેક્ટરને વિવિધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આહવા નગરમાં રેલી બાદ રંગઉપવન ખાતે સભામાં ઉપસ્થિત મહાનુભવો નજરે પડે છે. તસવીર-ભાસ્કર

રંગ ઉપવનમાં યોજાયેલી સભામાં ડાંગમાં બનનારા ડેમનો વિરોધ, જિલ્લા કલેક્ટરને વિવિધ મુદ્દે આવેદન અપાયું

અન્ય સમાચારો પણ છે...