તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગણેશ વિસર્જનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને ટોળાએ માર માર્યો

ગણેશ વિસર્જનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને ટોળાએ માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ગણેશ વિસર્જનની ફરજ બજાવી રહેલા પોલીસકર્મીને ટોળાઓએ માર મારતા આહવા નગરમાં સનસનાટી મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર મંગળવારે સાંજે 5.30 કલાકે આહવા નગરમાં ગણેશ મંડળો દ્વારા ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા કાઢી હતી. જેમાં આહવાના મેઈન રસ્ત પર પસાર થતી ગણેશ શોભાયાત્રામાં કોઈક ઈસમ દ્વારા યુવતીઓ વચ્ચે જઈ નાચગાન કરી ખલેલ પહોંચાડી રહ્યો હતો. તે વેળા ફરજ બજાવી રહેલા પો.કો. નરેન્દ્ર પ્રેમજીભાઈએ વચ્ચે પડી મામલો થાળે પાડવાની કોશિશ કરતા શોભાયાત્રામાં આવેલા અન્ય ઈસમો દ્વારા પો.કો.

નરેન્દ્રભાઈને ખેંચી જઈ ઢીક્કમુક્કીનો માર માર્યો હતો. આહવા નગરના ગણેશ વિસર્જન દરમિયાન બનેલી ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલને માર માર્યાના બનાવમાં પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. બનાવ સંદર્ભે આહવા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

ગણેશ વિસર્જન શોભાયાત્રામાં પોલીસ કોન્સ્ટેબલને માર મારનારાઓની યાદીમાં સુરજ બાગુલ, ઈસ્માઈલભાઈ, યોગેશ, સુનિલ સોનીરાવ, અનિલ ગુલાબભાઈ, ભૂપેન્દ્રભાઈ કાનાત, રવિભાઈ સુરેશભાઈ, શનિભાઈ મહાદુભાઈ, વિનોદભાઈ પ્રકાશભાઈ, મુકેશભાઈ, રમણભાઈ, આકાશભાઈ, સુમિત્રબેન, રિયાબેન સામે રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 14 વ્યકિત સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો

અન્ય સમાચારો પણ છે...