તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પીએચસીની બોલેરો વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએચસીની બોલેરો વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના આહવા-શામગહાનને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગના જાખાના ગામ નજીક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપુતારાની બોલેરો જીપ વીજપોલ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાવાની સાથે મોટુ દુર્ઘટના ટળી હતી.

આજરોજ આહવા-ગલકુંડ તરફથી સાપુતારા જઈ રહેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપુતારાની બોલેરો જીપ (નં. જીજે-15-જી-1073) આહવા શામગહાનને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગના જાખાના ગામ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા જીપ પૂરપાટવેગે જીવંત વીજપોલ સાથે ભટકાય હતી. જીપ વીજપોલ સાથે ભટકાતા વીજપોલ તૂટીને જીપ પર પડ્યો હતો, જેના કારણે જીપ માર્ગની સાઈડના એંગલ સાથે ભટકાઈ ખાડામાં ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ સાપુતારા જીઈબી કાર્યપાલક ઈજનેર વી.ડી. પટેલને થતા તેઓ તુરંત ઘટનાસ્થળે ધસી જઈ તાત્કાલિક ધોરણે વીજપુરવઠો બંધ કરાવ્યો હતો.

વીજપોલ સાથે ભટકાયેલી બોલેરો. તસવીર-ભાસ્કર

આહવા-શામગહાનને સાંકળતા સ્ટેટ માર્ગ પર અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો