• Gujarati News
  • આહવામાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી

આહવામાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવામાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી

આહવા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા રોડ સલામતી સપ્તાહની ઉજવણી મહાત્મા ગાંધી ઉદ્યાનથી આહવા નગરમાં રેલી કાઢી કરાઈ હતી. રેલીમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ આહવાના એસ.પી.સી.ના તેમજ સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલીમાં શાળાના વિદ્યાર્થીઓએ ઝડપની મજા મોતની સજા, દ્વિચક્રી વાહનો ચલાવતી વખતે હેલમેટ ફરજિયાત પહેરવુ, સીટ બેલ્ટ લગાવવો જરૂરી વગેરે સલામતીના વિવિધ પોસ્ટરો દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા.