• Gujarati News
  • National
  • ગ્રામસભામાં લોકોએ પ્રશ્નોની ઝડી વરસાવતા સરપંચની બોલતી બંધ થઇ

ગ્રામસભામાં લોકોએ પ્રશ્નોની ઝડી વરસાવતા સરપંચની બોલતી બંધ થઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના મુખ્ય મથક આહવાની ગ્રામસભામાં મતદારોની પાંખી હાજરી અને સ્થાનિક કર્મચારીઓની સૂચક ગેરહાજરીને કારણે ગ્રામસભા શોરબકોરથી સંપન્ન થઈ હતી.

આહવાની ગ્રામસભા 28મી જુલાઈના રોજ દરબાર હોલ ખાતે પ્રાંત અધિકારી એમ.આર.ચૌધરીની નિગરાની હેઠળ યોજાઇ હતી. જેમાં ગ્રામસભાની કાર્યસૂચિ મુજબ 30 મુદ્દા પર ગ્રામસભામાં ઠરાવ સહિત ચર્ચા વિચારણા કરવામાં આવનાર હતી. ગ્રામસભાના આરંભે આહવાના નાગરિકો દ્વારા વિકાસશીલ કામો અધુરા અને બોગસ થયા હોવાની રજૂઆત થતા અધિકારીઓ અને આહવાના સરપંચ સંજય પવાર તથા ત.ક.મંત્રી મનિષ માહલેને પ્રત્યુત્તર આપવા માટે ફાંફાં પડી ગયા હતા.

ઉપસ્થિત મતદારોએ પ્રશ્નોની ઝંડી વરસાવી વાતાવરણ તંગ કરી દેતા ગ્રામસભા તોફાની બની હતી. ગ્રામસભામાં ઉપસ્થિત પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા માટે સંબંધિત ખાતાના અધિકારીગણની પણ અનુપસ્થિતિ રહેતા લોકોનો આક્રોશ વધી ગયો હતો. જેમાં રાજ્ય સરકારના હુકમ અને આદેશાનુસાર તા. 1 એપ્રિલ 2010થી તા. 31 માર્ચ 2015 સુધી આહવામાં થયેલા વિકાસ કામો તેમજ સહાય અંગેની માહિતી પૂરી પાડતી વિકાસગાથાનું વર્ણન કરતી પુસ્તિકામાં અનેક છબરડા હોવાને કારણે ગ્રામસભાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

આહવાની ગ્રામસભામાં સંબંધિત અધિકારીગણ પણ ગેરહાજર

ગ્રામજનોએ મુદ્દે પશ્રો કર્યા

વિકાસગાથાપુસ્તિકામાં વર્ણવેલા અને પ્રકાશિત વિકાસલક્ષી કામોમાં 31 હેન્ડપંપ પૈકી 10 હેન્ડપંપ કાગળ પર જ, ચોતરા-05ની સ્થળ સ્થિતિના નામે મીડુ અને સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં અને ધાંધિયા, ઈન્દિરા આવાસ-સરદાર આવાસ યોજનાના લાભાર્થીઓના નામોમાં છબરડા-ગેરરીતિ, નિર્મળ ગુજરાત અંતર્ગતના શૌચાલયોમાં પણ સગાવહાલા-દવલાની નીતિનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...