તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસ કોન્સ્ટેબલને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

પોલીસ કોન્સ્ટેબલને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા આદિવાસી પોલીસ કર્મચારીને જૂની અદાવત રાખી લઘુમતિ કોમના શખ્શે જાતિ વિષયક ગાળો ભાંડી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ આહવા પોલીસ મથકે નોંધાય છે.

આહવા પોલીસ હેડ ક્વોટર્સમાં આ.પો કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશ જયરામ પવારે આહવા પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે આહવા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા ધાનાણી નામની અનાજ કરીયાણાની દુકાનમાં માલ સામાન ખરીદવા ગયો હતો તે દરમિયાન દુકાનવાળાનાં ભાઇનો છોકરો કે જે અગાઉ વઘઇ પોલીસનાં રકઝકમાં હોય અને પોલીસે ગફલત ભરી રીતે વાહન હંકારવાના કેસમાં પૂછપરછ કરી હતી. તેવા નાઝીલ સાજીદ ધાનાણી ઉશ્કેરાઇ જઇ મને એલફેલ બોલી જણાવ્યું હતું કે ત્રણેક માસ પહેલા અમો મિત્રો સાથે વઘઇ નજીક ફરી રહ્યા હતા. ત્યારે તમો અને તમારા સાહેબે અમોને અટકાયતમાં લીધા હતા. ત્યારે તમે તમારા સાહેબ સાથે અમોને કેમ બોલતા હતા. તમો ડાંગી આદિવાસી છે. તમે અમારું કંઇ ઉખાડી શકવાના નથી. તેમજ ઉગ્ર બની મારી સાથે ઝપાઝપી કરી હતી. તેમજ અહીંથી જતો રહે નહિ તો જાનથી મારી નાખીશ એવી ધમકી ઉચ્ચારી હતી. જેથી અમો ફરીયાદી દિનેશભાઇની અરજી ધ્યાને લઇ તહોમતદારની ધરપકડ કાર્યવાહી કરવા ફરિયાદમાં જણાવાયું છે.

ધમકી આપનારની અગાઉ વાહન ચલાવવા બાબતે પોલીસે અટકાયતમાં લીધો હતો

અન્ય સમાચારો પણ છે...