તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વઘઇ તાલુકા ભેંસકાતરી ગામમાં સેવાસેતુ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઘઇ તાલુકા ભેંસકાતરી ગામમાં સેવાસેતુ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઘઇતાલુકાના ભેંસકાતરી ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં સેવાસેતુ કાર્યક્રમ તા.17-3-2017નાં રોજ પ્રાંત અધિકારી એમ.બી.ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ,આહવાની ટીમ દ્વારા મા વાત્સલ્ય કાર્ડ યોજનાના 20 જેટલા લાભાર્થીઓને પ્રાંત અધિકારી એમ.બી.ભાભોર તેમજ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.આરોગ્યલક્ષી સેવાઓ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે પીએચસી કાલીબેલ,વઘઇ અને ઝાવડા હેલ્થ ટીમ દ્વારા ગ્રામજનોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી.ઉંમર અંગેના દાખલાઓ લાભાર્થીઓને સ્થળ ઉપર આપવામાં આવ્યા હતા.મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓએ આરોગ્ય શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે વઘઇ મામલતદાર ડી.કે.વસાવા,જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્ર મકવાણા,પોલીસ વિભાગના અધિકારી સરપંચ અને શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.

20 લાભાર્થીને વાત્સલ્ય કાર્ડનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો