• Gujarati News
  • National
  • શ્રીજીની પ્રતિમાઓ ક્રમશ: ગોઠવી વિસર્જનયાત્રા નીકળી

શ્રીજીની પ્રતિમાઓ ક્રમશ: ગોઠવી વિસર્જનયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાનું મુખ્ય મથક આહવા વઘઇ ઉપરાંત બીજા વિસ્તારોમાં શ્રીજીને 10 દિવસની આરાધના બાદ ભારે હૈયે વિદાય અપાઇ હતી. આહવા નગરમાં 12 અને વઘઇમાં 11 ઉપરાંત બીજા વિસ્તારોની 5 મળીને કુલ 28 જેટલી પ્રતિમાઓને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવી હતી.

શ્રીજીની વિસર્જન યાત્રા વેળાએ ગણપતિબાપા મોર્યા નાદથી રંગબેરંગી પોષાક ધારણ કરી ડીજે નાં તાલેનાં ભાવિક ભક્તો ઝુમી ઉઠ્યા હતાં.આહવામાં શ્રીજીનાં ભક્તોએ વિસર્જન યાત્રા કાઢી શોભાયાત્રામાં યુવક-યુવતીઓએ ડીજેનાં સથવારે નાચ-ગાન સાથે શોભાયાત્રાની શોભા વધારી હતી. ડાંગનાં આહવામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાઓ ક્રમશ: ગોઠવી દઇને શાંતિનો માહોલ જાળવવામાં ભક્તોએ અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.જો કે વહીવટીતંત્રની સક્રિયતા અને ચુસ્તી પોલીસ બદોબસ્ત વચ્ચે ઢોલ-નગારાં અને ડીજેનાં તાલે દબદબાભેર શ્રીજીની વિસર્જન યાત્રા વેળાએ ભક્તો પોતાનાં માનીતા દેવને ભારે હૈયે વિદાય આપી હતી. શ્રીજીની અંતિમ આરતી કરી વિસર્જન યાત્રામાં ગણેશ મંડળો,આયોજકો અને ભક્તજનોએ શ્રીજીની પ્રતીમાઓને આહવા નગરનાં તળાવમાં વઘઇની પ્રતિમાઓને નાની વઘઇ (કિલાદ) ખાતે વિસર્જન કરી વિદાય આપવામાં સહયોગ આપ્યો હતો.

વઘઇમાં 11 પ્રતિમાઓનું વિસર્જન કરાયું

આહવા, વઘઈ ઉપરાંત વિસ્તારોમાં શ્રીજીને વિદાય અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...