તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોમાસામાં અધૂરા પડેલા ઓટા સ્ટેટ હાઇવેનું વિસ્તૃતિકરણ શરૂ

ચોમાસામાં અધૂરા પડેલા ઓટા સ્ટેટ હાઇવેનું વિસ્તૃતિકરણ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના ઓટા સ્ટેટ હાઈવેને પહેલા દોણ ગામ સુધી પહોળો કરવામાં આવ્યો હતો. એની આગળનો હાઇવે પહોળો કરવાનું કામ ગત ત્રણચાર દિવસથી વરસતા વરસાદમાં શરૂ કરવામાં આવતા લોકોમાં કામગીરી સામે અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.

સોનગઢથી ઓટા સુધીનો સ્ટેટ હાઇવે તાલુકા મથક સોનગઢ અને નવાપુર તથા આહવા તરફના ગામડાના પ્રજાજનો માટે અગત્યનો રસ્તો છે. રસ્તે થઇ પ્રવાસી સ્થળ એવા શબરીધામ સહિત ડાંગ જિલ્લાનાં મહાલ સહિતના સ્થળે જઇ શકાતું હોઈ વાહનવ્યવહારથી ધમધમતો હોય છે.જોકે, અધિકારીઓના આશીર્વાદ થકી કામ કરનાર એજન્સીએ વરસાદમાં રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. હાલમાં દોણથી જામખડી સુધીનો રસ્તાની સાઈડ જેસીબીથી ખોદી નાખવામાં આવી છે. રસ્તેથી પસાર થતા વાહનચાલકોની સલામતી માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા ઊભી કર્યા વિના કામ શરૂ કરી દેવામાં આવ્યું હોય રાત્રીના સમયે અકસ્માત સર્જાવાની શક્યતા છે.

નવાપુર તથા આહવાના ગામડાના પ્રજાજનો માટે અગત્યનો રસ્તો

અન્ય સમાચારો પણ છે...