તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કરાર આધારિત કર્મચારીઓના અચોક્કસ મુદતના પ્રતિક ધરણાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરાર આધારિત કર્મચારીઓના અચોક્કસ મુદતના પ્રતિક ધરણાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લા ગ્રામવિકાસ એજન્સી અંતર્ગત 11 માસ કરાર આધારિત કામ કરતા કર્મચારીઓએ ફાઈટ ફોર રાઈટ નામનું સંગઠન ઉભુ કરી સમાન કામ સમાન વેતન સમાજ જોબ સિક્યુરિટીની માગ સાથે આજે આહવા કલેકટર કચેરી સામે 150થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદતના પ્રતિક ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે જેને લઈ ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત થતી વિવિધ કામગીરી ઠપ થઈ જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લા ગ્રાવિકાસ એજન્સી અંતર્ગત 3 તાલુકામાં 11 માસ કરાર આધારિત 150થી પણ વધારે કર્મચારીઓ નરેગા યોજના વોટરશેડ સ્વચ્છ ભારત પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન મંગલમ, વોટર શેડ જેવી યોજનામાં છેલ્લા ઘણાં સમયથી કામગીરી કરી રહ્યા છે. કર્મચારીઓને 8થી 10 હજાર સુધીનું પગાર વેતન ચૂકવાતું હોય છે. જ્યારે આટલા નીચા પગારમાં ઘણાં સમય સુધી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે પરંતુ દિવસેને દિવસે વધતી મોંઘવારીના કારણે ઓછા પગારમાં પરિવારનું ભરણપોષણ કરવા સહિત અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતા કર્મચારીઓએ એક વર્ષ અગાઉ ઉચ્ચ કક્ષાએ પણ અંગે રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં તેનો કોઈ નિવેડો આવતા થોડા દિવસ અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુરાવ ચૌર્યા, ઈનચાર્જ નિયામક જિલ્લા ગ્રામવિકાસ એજન્સી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત કચેરી ખાતે આવેદનપત્ર આપી સમાન કામ સમાન વેતન, સમાન જોબ સિક્યુરિટીની માગ ઉચ્ચારી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતા આજે ડાંગ જિલ્લા ગ્રામ એજન્સીમાં 11 માસ કરાર આધારિત કામગીરી કરતા 150થી વધુ કર્મચારીઓ આહવા કલેકટર કચેરી સામે અનિશ્ચિત મુદતના પ્રતિક ધરણાં ઉપર ઉતર્યા છે. જેને લઈને ગ્રામવિકાસ એજન્સી અંતર્ગત ચાલતી કામગીરી ઠપ થઈ જતા અરજદારોને પણ ધરમધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.

અચોક્કસ મુદતના પ્રતિક ધરણાં પર ઉતરેલા કરાર આધારિત કર્મચારીઓ.

ડાંગના 150થી વધુ કર્મચારી હડતાળમાં જોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો