તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૂરમાં તણાઈ મૃત્યુ પામનારના પરિવારને ચાર લાખનો ચેક અપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂરમાં તણાઈ મૃત્યુ પામનારના પરિવારને ચાર લાખનો ચેક અપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આહવાતાલુકા પંચાયત દ્વારા ચોમાસા દરમિયાન પૂરમાં તણાઈ જઈ મૃત્યુ પામનાર યુવાનના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.

લીંગા ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ અંજનકુંડ ગામના જયેશભાઈ માળીશ ખેતરમાંથી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ભારે વરસાદના કારણે કોતરમાં પૂરને પગલે તણાઈ જતા મોત નીપજ્યું હતું. કુદરતી આપત્તિના ફંડમાંથી મૃતકના પત્ની સંગીતાબેન માળીશને ચાર લાખ રૂપિયાનો ચેક પ્રમુખ નિર્મળાબેન બાગુલ, વિસ્તરણ અધિકારી શંકરભાઈ રાઉત, ચીંચલીના અગ્રણી કિશનભાઈ બાગુલ, લીંગાના સરપંચ સુમનભાઈ સૂર્યવંશી, તલાટી અશોકભાઈ, તાલુકા સભ્ય અમ્રતભાઈની ઉપસ્થિતિમાં એનાયત કરાયો હતો. પ્રમુખ તરીકેનું સુકાન સંભાળ્યા બાદ નિર્મળાબેન બાગુલે પ્રજાલક્ષી હકારાત્મક અભિગમ દાખવી વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળે તે દિશામાં સક્રિયતા દાખવી પૂર જેવી કુદરતી આપત્તિનો ભોગ બનનાર પરિવારોને પણ શક્ય એટલી ઝડપથી સહાય મળે તે માટે અધિકારીઓ સાથે સંકલન કરી કામ કરી રહ્યા છે.

સહાયનો ચેક એનાયત કરતા પ્રમુખ નિર્મળાબેન બાગુલ સહિત અગ્રણીઓ.

આહવા તાલુકા પંચાયત પ્રમુખે સહાય માટે તમામ કાર્યવાહી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો