તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડાંગમાં રસ્તા અને બસની સુવિધા હોવાની ધારાસભ્યની રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગમાં રસ્તા અને બસની સુવિધા હોવાની ધારાસભ્યની રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ અંગેની બેઠક જિલ્લા સેવા સદન ખાતે કલેકટર એમ.જે.ઠક્કરના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી,ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક આનંદકુમાર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

સંકલન બેઠકમાં ઐતિહાસિક ડાંગ દરબાર-2017ની સફળતાને અભિનંદન આપી કલેકટર મુકેશ ઠક્કરે તમામ વિભાગના અધિકારીઓ સહિત ટીમ ડાંગને બિરદાવી હતી. સાથે ઘ્વજ વંદન ફાળા પેટે ડાંગ જિલ્લાને આપવામાં આવેલ લક્ષ્યાંક પૈકી 125 ટકા કામગીરીને સરાહનીય ગણાવી હતી. વધુમાં જિલ્લા કચેરીઓના વડાઓને તાકીદ કરી હતી કે જિલ્લા કચેરીઓના વડાઓને આપવામાં આવેલ સત્તાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરે. કચેરીઓમાં કરવાની થતી કામગીરીમાં અમો કરીએ બરાબર છે એમ માનવામાં આવે, જિલ્લા કલેકટરને વિજીલન્સની પણ સત્તાઓ આપવામાં આવેલી છે. જેથી માર્ગદર્શનની જરૂરિયાત હોય ત્યાં મેળવી સુચારૂ કામગીરી કરવાની રહેશે.

ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે વાસ્મોની યોજના,જાતિના દાખલાઓમાં ક્ષતિઓ, કરાડીઆંબા ગામે રસ્તાના નાળાના કામો તેમજ સુર્યાબરડા ગામે એસ.ટી.બસ પહોંચતી હોવાની રજૂઆત કરી હતી. સબંધિત અધિકારીઓએ ધારાસભ્યની રજૂઆત સંદર્ભે સત્વરે પ્રશ્નો હલ કરવા ખાતર આપી હતી. પેન્શનરોના પ્રશ્નો,એ.જી.ઓડિટ પારાનો નિકાલ,ગ્રામસભાના પ્રશ્નો,માહિતી અધિકાર,નાની બચત, સરકારી લેણા વસુલાત, વીજળીકરણની કામગીરી સમીક્ષા ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં પ્રાંત અધિકારી એમ.બી.ભાભોર,નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમ, પ્રાયોજના વહીવટદાર એસ.બી.ચૌધરી, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી પરમાર, આહવા,વઘઈ મામલતદાર યુ.આર.રાઠવા, ડી.કે.વસાવા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સત્તાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા તાકીદ

આહવામાં સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો